પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
આ તે શી માથાફોડ
 

હોય તો યે પરાણે મોકલતાં અને નિશાળે થી આવીએ કે તુરત જ પાઠ કરવા બેસાડતાં આવડે છે. અને વારે ઘડીએ પાણી લાવો, ચા લાવો, આ લાવો ને તે લાવો એમ મંગાવતાં જ આવડે છે; ને જરાકે મોડું થાય તો બા ઉપર અને આપણી ઉપર ખિજાતાં આવડે છે. બાકી તો બાપુને કશું યે આવડતું નથી અને એટલા જ માટે બા તો એમને કશું કાંઈ ચીંધતી જ નહિ હોય, અને બધું પોતે જ કર્યા કરતી હશે !”

: ૧૨૦ :
બા હું તને અબોટ કરાવું ?

“બા, હું તને અબોટ કરાવું ? લે તું પાણી નાખ ને હું વાળું.”

“લે રાખ, રોયા બાયલા ! અબોટ તો છોકરીઓ કરે.”

×××

“બા, હું આ ઘર વાળી નાખું ?”

“રોયા, ભીખાને પગાર મફતનો આપીએ છીએ ?” વાળવા વળો થજે વાળવાવાળો !”

×××

“બા જો તો ? મેં આ મારો રૂમાલ હાથે ધોયો.”

“હવે આઘો ખશ, આ આખું પહેરણ પલાળ્યું ને પગ ગારો ગારો કર્યા ! મારે તે લૂંગડા ય કેટલા ધોવાં ?”

×××

“બા, પણે જીવીકાકીને ઘરે હીંચકો બાંધ્યો છે તે હીંચકવા જાઉં ?”