પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮
આ તે શી માથાફોડ
 

“જોઉં જોઈએ, પેટ દેખાડો તો ? અરે, આતો પેટમાં ચૂંક આવતી લાગે છે. એની બાના ખાવામાં કાંઈક આવ્યું હશે. કાલે વાલ ખાધા હતા કે ?”

“હા, કાલે નાત હતી ને વાલ તો હતા !”

ઠીક ત્યારે એમ કહોને ! જરાક સૂવાદાણા ને સંચળ ચાવીને મોઢામાં બે ટીપાં પાડો. રોતી રહી જશે ને ઊંઘી જશે.”

દાદીમાએ કીધું તેમ રમુની બાએ કર્યું. રમુ રોતી રહી ગઈ. “ઓય ! એ તો ચૂક આવતી'તી બા ! આપણને શી ખબર પડે કે સેંતકનાવાલ ખાધે છોકરાંને ચૂક આવે ?”

: ૧૨૪ :
ચણાનો લોટ

“ચંપા કાકી ! થોડોક ચણાનો લોટ આપોને ? મારી બા મંગાવે છે.”

“તે ચણાનો લોટ તો કાલે જ થઈ રહ્યો. ને દળવા આપ્યો છે તે આવ્યો નથી.”

“પણ કાલે તો મેં તપેલીમાં ભાળ્યો'તો કાકી.”

“તે કાલનો લોટ પડ્યો રહેતો હશે ? ઘર છે તે કાંઈ જોતો હશે કે નહિ ?”

“કીધું નહિ બાપુ, થઈ રહ્યો છે ! નીકર મારે શું કામ ખોટું બોલવું પડે, ને ના પાડવી પડે ?”