પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અથાણું
૧૬૯
 

રાધા લોટ વિના પાછી ગઈ. જીવીએ બાને પૂછ્યું “હેં બા ! લોટ તો માટલીમાં છે, ને ના કેમ પાડી ? તું બા ભૂલી ગઈ'તી ? ને તું તો બા કહેતી હતી ને કે હું ખોટું તો બોલતી જ નથી ?” “તે ખોટું ન બોલે ત્યારે શું સાચું બોલે ? સાચું બોલીએ તો તો ઘર ખાલી થઈ જાય ના ?”

જીવી થંભી ગઈ ! તેનું પ્રામાણિક મન વ્યવહારનીતિનો આ મહાન પાઠ એકાએક ગળે ઉતારી ન શક્યું.

: ૧૨૫ :
અથાણું

“જા રસીલા, ફઈબાને ત્યાંથી અથાણું લઈ આવ જોઈએ ?”

રસીલા ફઈબાને ત્યાં ગઈ. ફઈબાએ હોંશથી આવકાર આપ્યો; અથાણાની એક પછી એક બધી બરણીઓ ઉઘાડી ને સારું સારું અથાણું આપ્યું. રસીલા અથાણું લઈને ઘેર આવી. રસીલાએ, એની બાએ ને સૌએ અથાણું ખાંતે કરીને ખાધું.

બપોરે બાની બેનપણી આવી. રસીલાની બાવતો કરતાંહતાં: “છેને કાંઈ ફઈનો જીવ ! અથાણું મંગાવ્યું તો આપ્યું ભૂંડુંભૂખ જેવું. હશે ગયા વરસનું પડેલું !”

×××