પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રમુને કેમ માર્યો ?
૧૫
 

“માબાપો બાળકોને શા માટે મારે છે તે વાંચ્યું ?”

“તે માર્યા વિના કેમ ચાલે ? આ જો ને ઓલ્યા છોકરે જઈને પગ ભાંગ્યો તે દાઝ ન ચડે ? એવું કરી આવે તો ધબોડી જ નાખવો જોઈએ ના ?”

“પણ પડ્યા ઉપર પાટુ ?”

“પણ શું કરીએ ભાઈ ક્રોધ ચડે ત્યારે ?”


: ૧૦ :
રમુને કેમ માર્યો ?

“રમુ, કેમ રડે છે ?”

“મારી બાએ માર્યો.”

“શું કામ ?”

“કોણ જાણે; મને ખબર નથી.”

“પણ કાંઈક હશે ને ?”

“મને તો એમ ને એમ, વાંક નો'તો ને માર્યો !”

“પણ કાંઈ તો બન્યું હશે ના ? કાંઈક તોફાન ભર્યું હશે.”

“તોફાન તો કોણ જાણે, પણ બા રાંધતી હતી ને મેં જઈને કીધું 'બા, મારી ટોપી ક્યાં છે ?' બા સાણસીથી તાવડી લઈને ચૂલા ઉપર મૂકવા જતી હતી તે પડી ગઈ, તેથી ખિજાઈ ગઈ ને મને કહેઃ "રોયા આવા ને આવા કનડ્યા જ કરે છે ! આલે તાવડી ફૂટી ગઈ ! હવે રોટલા શેણે કરશું ?' એમ કહીને મને ધબ્બો માર્યો.”