પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એં...એં...એં...
૧૯
 

આવરે વરસાદ, નેવલે પાણી,
નઠારી છોકરીને દેડકે તાણી."

બધાં નેવા નીચે નહાયાં, ખાડે ખાડે કૂદી આવ્યાં, સામે પવને ચાલ્યાં, વરસાદ સામે દોડ્યાં, ખૂબ ને ખૂબ નહાયાં, ધરાયાં ત્યાં સુધી નહાયાં.

બાપા કહે: "અલ્યાં આવો હવે ટાઢ ચડી હશે. ઘરમાં જઈને સગડી પાસે બેસી જાઓ."

બધાં આવીને સગડી પાસે બેસી ગયાં, ને એવી તો ટાઢ ઉડાડી કે પાછાં ગરમાગરમ - સગડી જેવાં નરમ થઈ ગયાં.

વિજુ કહે: "બાપા, હું મોટો થઈશ ત્યારે મને ય નાવા જવા દેશો ને ?"

ચમન કહે: "બાપા, કાલે મારો વારો."

વિષ્ણુ કહે: "આપણે તો વરસાદ પછી જ નીકળવાના."

વરસાદની વાતો કેટલો ય વખત ચાલી. વરસાદની ને દેડકાંની ને પવનની ને નદીની ને કેટલી યે વાતો ચાલી. બાપાએ વરસાદનું મહાભારત સંભળાવ્યું.


: ૧૫ :
૧૫. એં...એં...એં...
|}

એં....એં....એં....
શું થયું ?
પડી ગઈ.
ક્યાંથી ?
હીંચકેથી
તે ?
લાગ્યું.
ચાલ ફરી ચડવું છે ?
હા.
ચાલ ત્યારે.
એક મોટો હીંચકો નાખો

એં....એં....એં....
શું થયું ?
છરી વાગી.
ક્યાંથી ?
શાક સુધારતો હતો
રોયા, ના નો'તી પાડી ?
એં....એં....એં....
રડે છે શું ? હાથ કાપ્યો
છે ને લાજતો નથી ?
મૂકી દે છરી. જો કોઈ
દિ' લીધી છે તો !