પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોણ ખોટાબોલું ?
૨૧
 

“ચંપાબેન, કહો તો ખરાં શું થયું છે ?”

ચંપાબેન ગળગળાં થઈ ગયાં. હોઠ હલ્યા, મોઢું રાતું થઈ ગયું, આંખમાંથી આંસુ પડી ગયાં.

મેં ચંપાબેનને માથે હાથ હળવેથી ફેરવ્યો, ને પાસે બેસાર્યાં. “કહો જોઈએ ચંપાબેન ! શું કામ રુઓ છો ?”

“બાએ મને મારી.”

“શું કામ માર્યાં ?”

“મારો વાંક નહોતો તો ય મને મારી.”

“શું બન્યું હતું ?”

“મારો નાનો ભાઈ છે ને, એને તેડવાનું મને મન થયું ને હું ઘોડિયામાંથી એને તેડવા ગઈ ત્યાં ભાઈ રોવા લાગ્યો. દોડીને બા આવી ને કહે શું કામ રોવરાવ્યો ? એમ કરીને એક ધબ્બો માર્યો.”

“હશે.”

મારું મન ઘણું દુઃખાયું. મનમાં સમજી રહ્યો. ચંપાબેનને મારાથી કંઈ કહેવાય કે બાને કંઈ સમજણ નથી ?


: ૧૭ :
કોણ ખોટાબોલું ?

“સમરથ કાકી, ચપટી ચણાનો લોટ છે કે ? મારી બાને કઢીમાં નાખવો છે.”

“બાપુ, લોટ તો કાલનો થઈ રહ્યો છે; એક ચપટીયે નથી.”

લક્ષ્મી કહે: "બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !”

“રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?”

“પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?”