પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તમે શું સમજો ?
૨૩
 

મોટું થયું તોયે કામ કેમ ન આવડે ?“” પણ છોકરું મોટું થાય તેથી તેને કાંઈ કર્યા વિના કામ આવડે ? નાનપણમાં બાળકને કશું કામ નહિ આવડે એમ ધારીને આપણે તેને કામ કરવા દેતાં નથી; મોટપણે કામ કરતાં આવડતું ન હોવાથી ખિજાઈએ છીએ. ખરી વાત એમ છે કે નાનપણથી જ આપણે તેને કામ કરવા દેવું જોઈએ. નાનપણમાં બાળકને બધું કામ આપણા જેવું સરસ અને બરાબર ન આવડે એ સાચું છે; પણ આપણે બધાં મોટાં થઈને જે બધું સારું અને ઝડપથી કરીએ છીએ તે બધું કાંઈ પહેલેથી જ થોડું આવડી ગયું છે ? એ તો ધીરે ધીરે કામ કરીને જ સારું કામ કરતાં આવડ્યું છે.

હવે તો બા એના દીકરાને હાથે ધોવા દે તો જ થોડા દિવસમાં તેને બરાબર ધોતાં આવડશે.


: ૧૯ :
તમે શું સમજો ?

“બાળઉછેરની બાબતમાં તમે શું સમજો ? ખરો અનુભવ તો મને છે.”

“એમ ? ત્યારે કહો જોઈએ, તમે કેટલા બાળકો ઉછેર્યાં છે ?”

“કેટલાં કેમ ! એક બે નહિ, પણ નવ !”

“અને એમાંનાં કેટલાં ઊછર્યાં ?”

“બેસ્તો !”