પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આબાદબેનના બૂટ
૨૭
 

“લે રાખ રોયા, એકારાં કર મા !”

મોહનને માથે ભારે થઈ. એક તો દાળ તીખી, શાક કડવું ને વધારામાં માની ગાળો ! બિચારાને ખાવું ક્યાંથી ભાવે ?


: ૨૨ :
આબાદબેનના બૂટ

દેવ મંદિરમાં આબાદબેનના બૂટા ખોવાયા. આબાદબેને શાંતિથી કહ્યું: “મારા બૂટ ખોવાઈ ગયા.”

મેં કહ્યું: “કંઈ હરકત નહિ.”

પછી બૂટ ક્યાં મૂક્યા હતા તેની તજવીજ કરીને ક્યાં મૂક્યા હોત તો ન ખોવાત તેની વાતો કરી મંદિરની બહર ગયાં.

નર્મદાબેને રસ્તામાં આબાદબેને કહ્યું: “કાંઈ ચિંતા કરશો મા. એ તો ખોવાય.”

આબાદબેનનું હ્રદય જરાય ધડકતું ન હતું. તે રડ્યાં નહિ એટાલું જ નહિ પણ સૌની સાથે એટાલા જ આનંદથી ચાલવા ને દોડવા લાગ્યાં.

સાધારણ રીતે આવા પ્રસંગે બાળક રડી પડે છે, પણ આબાદ બેન ન રડ્યાં. હું એનું કારણ વિચારતો ચાલ્યો.

વખત બહુ થઈ ગયો હતો. અમે સૌ આબાદબેનને ઘેર મૂકવા ગયાં. અમે ત્યાં પહોંચ્યા તે પહેલાં તો બચુભાઈએ જઈને કહ્યું: “આબદબેનના બૂટ ખોવાયા.”