પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રોવાથી વીંછી નહિ ઊતરે
૨૯
 


: ૨૩ :
રોવાથી વીંછી નહિ ઊતરે

“ઓય વોય મરી ગયો રે ! કરડી ખાધો રે, કરડી ખાધો !”

“છે શું, રોયા ! દોડદોડ કરે છે તે ભસ તો ખરો !”

“ઓય વોય મરી ગયો રે, મરી ગયો !”

“છે રોયો ! ભસતો યે નથી.”

“એ એને વીંછી કરડ્યો છે એટલે રોવે છે.”

“તે જાય નહિ આઘે ! રોયાને ના પાડી'તી કે ત્યાં ઓલ્યા છોકરાઓ ભેળો રમવા જઇશ મા. રોયાને માનવું હોય ત્યારે ના ?”

“ઓય વોયરે ! ઓય, ઓય, ઓય !”

“રો, રો, હું તો આ બેઠી.”

“કેમ અલ્યા, શેના ઘાંટા કાઢે છે ? ગામ ગાંડું કર્યું.”

“વીંછી કરડ્યો છે, વીંછી.”

“તે કરડે જ તો ? મેં પણ કહ્યું હતું કે ત્યાં નથી જવું.”

“પણ આ છોકરો રડે છે, ને એને પીડા થાય છે, એનું તો કંઇક કરો !”

“છો રડે; એ જ લાગનો છે !”

શામજી ડોશા પડોશમાંથી આવ્યાઃ એલા કોઈને લાગણીબાગણી છે કે ? આ છોકરો રાડો નાખે છે, એને વીંચી કરડ્યો છે, ને માબાપ તો ટગરટગર જોવે છે !”

“તે દાદજી, ઈ રોયાને ક્યાં નથી જાણતા ? રોયો