પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
આ તે શી માથાફોડ
 

રોયો ઘડીયે જંપીને બેસેતો કે ? આખો દિ' હેઠો બેસતો નથી અત્યારે રાતે ય ત્યાં અંધારામાં શું દાટ્યું હતું તે ગયો હતો ?”

“હશે હવે કાંઈક દવા તો કરો, છોકરાને પાસે તો બોલાવો ! જરાક દયા રાખો.”

“તમારે બહુ ડહાપણ ન કરવું. છોકરો તો અમરો છે ને ? અમે એને છાનો રાખશું.”

એલા મૂંગો મરે છે કે ? હમણાં ઉતારવાવાળા પાસે લ ઇ જાઉં છું; ભેંકડો શું તાણે છે, ભેંકડો !”

“વોય, ઓય વોય !”

“હળવો રો હળવો; ત્યાં રોવાથી વીંછી નહિ ઊતરે !”


: ૨૪ :
ચમચાનો કજિયો

“આ બચુડી આજ કજિયો કેમ કરે છે ?”

“બાઈ બચુડી તો બચુડી છે ! ઈ મીઠું મીઠું બોલે ત્યાં સુધી; વટકી તો પછી થઇ રહ્યું.”

“ઊં ઊં ઊં.”

“શું છે બચુડી ? શું છે બાપા ?”

“ઊં ઊં.”

“એમ ઈ નઈ બોલે. એમ તો ઉનાની ઓલી કોરની છે.”

“બચુ બાપા, શું છે ? શું જોવે છે ?”