પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઘડિયાળ ઉઘાડી દ્યોને
૩૩
 

ધારી ધારીને જો. બસ ! જોઇ લીધું ? ચાલો હવે બંધ કરીએ. મારે હવે કામ છે."

“ઠીક ત્યારે. બાપા, કાલે બતાવશો કે ?”

"કાલની વાત કાલે.”

"વારુ.”

“બાપા, આ ઘડિયાળ ઉઘાડી આપોને?”

“ના, એ ઘડિયાળ ન ઉઘાડાય.”

“પણ એ ઉઘાડાય તો છે કાલે તમે નો'તા ઉઘાડતા ?”

“પણ તને એ ઉઘાડીને ન અપાય.”

“પણ હું બગાડીશ નહિ; ટીકુ જેમ એમાં હું આંગળી નહિ અડાડું.”

“પણ ઉઘાડીએ તો એમાં કચરો પડે.”

“પણ જરાક જોઇને જ બંધ કરી દઇશ.”

“પણ તારા હાથમાંથી પડી જાય તો તૂટી જાયના ?”

“પણ બાપા, તમારા હાથમાં રાખીને ઉઘાડી બતાવો;પછી છે કાંઈ ?”

“પણ હમણાં મારે કામ છે. પછી આવજે.”

“પણ જરાક જ વાર લાગશે. આમ બોલશો ત્યાં તો ઘડિયાળ ઉઘાડીને બંધ પણ કરી શકાશે. મારે એનાં ચક્કર જ જોવાં છે.”

“પણ છરી જ ક્યાં છે ? ને હવે જાને, અત્યારે કનડતો !”