પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મોટો શંખ !
૩૫
 

નંદુ ખૂણામાંથી ઊં ઊં કરતી ઊભી થાય છે. છોકરાંઓ નંદુ સામે જોવા લાગે છે. બાપુ નિશાની કરે છેઃ“ચુપ ! સામે કોઇ જોશો નહિ.”

બાપુઃ “જુઓ, આજે રસ્તામાં ભારે ગમ્મત થઈ. કાલે તાબૂત નીકળવાનો છે ના, તે આજે...”

છોટુઃ “આજે રાતે તાબૂતનું સરઘસ નીકળશે ? આપણે જોવા જશું ?”

જમનીઃ “બાપુ, ચાલોને જોવા જઈએ.”

નંદુઃ નાકઆંખ લૂછતી લૂછતી પાસે આવી પહોંચી હતી.

નંદુઃ “બા ! મને જરાક શાક આપને; બહુ સારું લાગે છે.”

: ૨૭ :
મોટો શંખ !

“મોટો શંખ ! આવડો મોટો ઢાંઢો થયો છે ને રોવે છે શું ? જો ભણ્યો છે ચાર ચોપડી ! આપી દે એને તારી પિસ્તોલ.”

“તે હું મારી પિસ્તોલ શેની આપું ? ગામમાંથી મેં મારા આઠ આનામાંથી પિસ્તોલ લીધી ને એણે ફુગ્ગા લીધા.