પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઈ વળી ઢોંગ શાં ?
૩૭
 

વહેંચી આપું; પછી સૌ તારી પિસ્તોલે વારાફરતી ફટાકિયા ફોડે.બચી, તારે એવી પિસ્તોલ જોવે છે ?”

“હા, મારે જોવે છે પણ જીનુભાઈ નથી આપતો.”

“લે હવે ફટાકિયા ફોડવા આપશે. પણ એમાંથી કાંઈ રોઈને લેવાય ? જોતી હોય તો માગવી ને પાછી આપી દેવી. સૌ સૌનું પાસે રાખે ના ? તું કેમ તારા ફુગ્ગા સાચવતી હતી ?”


: ૨૮ :
ઈ વળી ઢોંગ શાં ?

બાપા કહે: “એલા લખુડા, માને છે કે નહિ ? ઈ વળી ઢોંગ શાં ? મારે તો આ થાળી જોઈએ, ને આવટાકી જોઈએ, ને આ જ પાટલો જોઈએ, ને આમ જ કરવું, ને તેમ જ કરવું ?”


લખુડો કહે: “એં...એં...એં... તાલે માલે નથી ખાવું.”

બાપા કહે: “ન ખાવું હોય તો રેવા દે. ચાલ આપીશ નહિ એને કંઇ ખાવા. ઈ મારે ન જોઈએ. એક વાર ભૂખ્યો સૂવા દે એટલે એની મેળાએ પાંશરો દોર !”

બા કહે: “એમ કાંઈ છોકરાને ભૂખ્યો સુવાડાય છે ? મારો તો માનો જીવ છેને ?”

બાપા કહે: “ભાળ્યો માનો જીવ. આ એમ જ છોકરાને બગાડે છે. છોકરો એથી જ સાવ બગડી ગયો છે.”

બા કહે: “બગડી તો કાંઈ નથી ગયો. છોકરું છે તે