પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
આ તે શી માથાફોડ
 

હઠે ચડે. આપણાથી કંઈ એના જેવડા થઈને ઊભાં રહેવાય છે ?”

બાપા કહે: “ત્યારે તું માથું કૂટ. હું તો મારે આ બહાર ચાલ્યો.”

બા કહે: “ઈ તો મારે જ પડી હોય ના ? મા જનેતાથી ક્યાં જવાય ?”

“બાપુ લખુ રો મા. ઓલી તારી ધોળી ધોળી વાટકી જોવે છે ના ?

“માલે ઈ વાટાકી જોવે છે. ઈ આપ તો ખાઉં, નિકલ નથી ખાવું જા.”

“પણ બાપા, ઈ વાટકીતો ક્યાંય જડતી નથી. જો પણે ઘોડા ઉપર નથી, પાણિયારે નથી, રસોડામાં નથી. ચાલ જોઈએ આપણે ગોતીએ.”

“એં...એં... માલી ધોલી ધોલી વાટકી !”

“માળું વાટાકી હતી તો સારી ક્યાં ગઈ હશે ? ચાલ તો આપણે ડામચિયા નીચે જોઈએ ? અરે અહીં પણ નથી. ક્યાંક ખોવાઈ ગઈ લાગે છે. કોણ જાણે આપણી કામવાળી લઈ ગઈ હોય તો લખું. આપણે જકલબઈને કાલે પૂછી જોશું કે તમે વાટકી લઈ ગયાં છો ? જકલબાઈને કે'શું કે તમારે લખુભાઈને પૂછ્યા વિના વાટકી ક્યાંક ન લઈ જવી.”

“તાલે અતાલે માલે દૂધ શેમાં લેવું ?”

“લે, આ પ્યાલામાં લે.”