પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ના પાડે છે
૪૧
 

નિશાળે ન જવા માટે પ્રાગલે ઘાસલેટ પીધું, કાળિયો કુંભારની કૂઈમાં સંતાયો, ને અમિરિકાની છોકરીએ સમૂળગી શાળા જ બાળી !

ત્રણે સાચા બનાવો. બે આપણા દેશના, ને ત્રીજો પરદેશનો.

સામે થવામાં બળાબળનો તફાવત સ્પષ્ટ અને સહજ છે. આથી નબળી રીતે તો કેટલાયે ક્ષીણપ્રાણ છોકરાંઓ શાળા સામેનો પોતાનો વિરોધ રાખીને શાળાએ જાય છે, ને બહારથી શાંતિથી બેસે છે.

બાળકો માટે નિશાળોએ વધારે પ્રતિષ્ઠા મેળવવી નહિ જોઈએ ? પણ એમ લાંચ-રુશ્વતથી પ્રતિષ્ઠા મેળવ્યે પણ શો ફાયદો ?


: ૩૦ :
ના પાડે છે

મને ગલૂડિયું રમાડાવું બહુ ગમે છે પણ બા કહે છે: “આપણે ગલૂડિયું ન રમાડાય.”

મને મંછા સાથે રમવું બહુ ગમે છે પણ બાપા કહે છે : “આપણે મંછા સાથે ન રમાય.”

મને શાક સુધારવું બહુ ગમે છે પણ મોટી બેન કહે છે : “તારાથી શાક ન સુધારાય.”

મને જોડા ગોઠાવવા બહુ ગમે છે પણ ગોઠવવા જાઉં ત્યારે કાકા કહે છે : “આપણે જોડા ન ગોઠવાય.”