પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શું કામ નથી માનતો
૪૫
 
: ૩૩ :
સૂડી વચ્ચે સોપારી

બા:” કેમ અલ્યા સોપારીનો કટકો નાખી દે છે કે નહિ ? અત્યારથી એ હેવા શા સારા ?”

બાપા : “ખાવા દે ને ! એમાં શું બગડી જાય છે ?”

બા : “સરખો બેશ, પલોંઠી વાળીને. આ શું ઊંધા ગૂડા નાખીને બેઠો છે ?”

બાપા : “એમ બેસે તોય સરખું ને આમ બેસે તો ય સરખું, એમાં સરખું શું બેસવું'તું ?”

બા : “આમ સરખો સૂને ! ચત્તોપાટ શું સૂતો છે?”

બાપા : “પડખે સૂવે તો યે ઠીક ને ચત્તો સૂવે તો યે ઠીક. પડાવું હોય એમ પડવા દેને ?”

બા : “એલા જમણે હાથે ખા, જમણે હાથે. ડાબો હાથ ક્યાં લીધો ?”

બાપા : “ડાબો યે સરખો ને જમણો યે સરખો. ખાવા દેને જે હાથે ખાવું હોય તે ! એમાં ક્યાં કાંઈ બગડી જાય છે ?”

: ૩૪ :
શું કામ નથી માનતો

“ચંદુ, પાણી લાવને ?”

ચંદુ મૂંઝાઈ ને ઊભો રહ્યો.

“ચંદુ, સાંભળતો નથી ? પાણી લાવવાનું કહ્યું તે ?”