પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એક પ્રસંગ
૪૯
 

વિનુ મૂંઝાતો બેઠો.

બાપા કહે: “મૂઢ જેવો બેઠો છે શું ? ખાવું છે કે નહિ ?”

વિનુની આંખમાં આંસું આવ્યાં.

“રોયા, કાંગામૂંડા કર્ય મા, કેમ, ખાવું છે કે નહિ ?”

વિનુએ શાક મોંમાં નાખ્યું; આંખો મીચી ગળે ઉતાર્યું. બીજી જ ક્ષણે 'ઓક,ઓક, ઓક !' ને રસોડામાં ઊલટી !

: ૩૭ :
એક પ્રસંગ

હું હીંડોળા ઉપર બેઠો હતો. મારા મિત્ર હજામત કરાવતા હતા. શિક્ષણ વિષયક વાતો ચાલતી હતી. ઘરમાંથી અવાજ આવ્યો: “મારા રોયા, બહાર જાય છે કે ? આ હમણાં માર્યો સમજજે.”

રડતો રડતો મોટો ભાઈ અમારી પાસે આવ્યો.

મિત્રે પૂછ્યું : “શું છે ?”

“નાનું, મારું ફેરકણું નથી આપતો.”

વચ્ચે ઘરમાંથી અવાજ આવ્યો: “ઈ રોયાને મારવો જોશે. મારે તે ફેરકણાં ક્યાંથી દેવાં ?”

“હશે બેટા, કાલે નવું ફેરકણું લાવી દઈશ.”

“એં...મારે ફેરક્ણું જોવે.”

“કાલે મળશે.”