પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શિક્ષકોના અભિપ્રાયો
૫૫
 

“આવોજી બેસોજી જલપાન લેશોજી ?” જેવું સાંભળ્યું; જેવું દીઠું એવું કર્યું.

કલાલને ત્યાં ગાળાગાળી, કજિયો, કંકાસ મારકૂટ ને ધમ પછાડા. કલાલને ત્યાંનું વાઘરાઈ શીખ્યું. પાંજરે બેસી કડવાં વેણ બોલે, તીખી વાણી ઓચરે. કોઈ આવ્યું તો કહે: "ભાગો, ભાગો ! અહીંથી કેમ નીકળ્યા ? જાઓ, નાસી જાઓ." જેવું સાંભળ્યું એવું એ શીખ્યું. જેવું દીઠું એવું એણે કર્યું.

આપણે આપણાં બચ્ચાંઓને કેવા ઘરમાં રાખશું ? આપણે એને કેવું દેખાડશું ? આપણે ત્યાં એ શું સાંભળશે ? ચોક્કસ વાત છે કે બચ્ચાં દેખશે એવું કરશે ને સાંભળશે એવું બોલશે.


: ૪૦ :
શિક્ષકોના અભિપ્રાયો

શાળાના શિક્ષકોનો અભિપ્રાય :—

“ચંદુ સૌથી હોશિયાર છે. કાયમ તે પહેલો રહે છે. ચંદુ શાંત અને શરમાળ છે. તેને કોઈની સાથે કદી પણ કજ્યો થતો જ નથી. તે અદબ રાખે છે; કહ્યું કરે છે; તેની આંખમાં શરમ છે. ઠપકો સહન કરવા કરતાં તે દોષ જ નહિ કરે.”

શાળાના કસરત-શિક્ષકનો અભિપ્રાય :—

“ચંદુ બિલકુલ કમતાકાત. રમતમાં સાવ છેલ્લો. છોકરી જેવો બીકણ. મસ્તામસ્તી ને ખેલંખેલાથી સદૈવ દૂર. ડરપોક,