પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
આ તે શી માથાફોડ
 

બીકથી કામ કરે તેવો, જરાક કહીએ ત્યાં રડી પડે તેવો.”

કયો અભિપ્રાય સાચો હશે ?

શાળાના કસરત-શિક્ષકનો અભિપ્રાય:—

“રમુનું ભણવામાં ચિત્ત નથી. છેલ્લો નંબર શોભાવે છે. ઘૂસણિયો, ધમાલિયો, રોજ બેપાંચ ફરિયાદો તો હોય જ છે. મનમાં આવે તે કામ કરે. હુકમ ઉપાડવો આકરો પડે. ઠપકો સહન કરે પણ ધાર્યું કરે. બુદ્ધિમાં મીંડું.”

કસરત-શિક્ષકનો અભિપ્રાય :—

“રમુ પહેલવાન છે; પ્રાણવાન છે. સૌથી જબરો ખેલાડી. ચતુર, સમયસૂચક, નીડર, હુકમબરાબર ઉઠવે. ઠપકામાં આવે જ નહિ, ટંટાફિસાદ પતાવવામાં એક્કો. તોફાનીને પાંશરા કરે તેવો !”

કયો અભિપ્રાય સાચો હશે ?


: ૪૧ :
સરસ ઉકેલ

વિનુ કહે: “રતુ મારે વાંચવું છે. દાંડિયા પછાડીને ખડખડાટ ન કર.”

રતુ કહે: “પણ મારે રમવું છે. દાંડિયારાસ લેવા છે.”

વિનુ કહે: “પણે આઘો જઇને રમ. મને ગડબડ થાય છે.”

રતુ ત્યાં ને ત્યાં જ વગાડવા લગ્યો. વિનુએ દાંડિયા લઇને ફેંકી દીધા. રતુ ભોંયે પડી રડી રડવા લાગ્યો. બન્નેની માતાઓ દૂરથી જોઇ રહી.