પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઠીક લ્યો ત્યારે !
૫૭
 

વિનુની બા કહે : “બેન, વિનુએ આઘે જઈને વાંચવું ન જોઇએ ? ત્યાં જ શું કામ બેસવું ? નકામો રતુ ને રડાવ્યો.”

રતુની બા કહે : “પણ રતુએ ત્યારે આઘે જઈને ન વગાડાય ? વિનુ વાંચે ત્યાં જ શું કામ રમવું જોઇએ ?

વિનુની બા કહે: “પણ વિનુ જરાક આઘે ગયો હોત તો રતુને રડવું ન પડત.”

રતુની બા: “પણ રડ્યો તે આંસુ શું સોનાના ખર્યા ? એણે ય સમજવું જોઇએના, કે કોઇ કામ કરતું હોય ત્યાં ખડખડ ન થાય !”

માતાઓ આવી સુંદર સમજણ દખવી રહી હતી એટલામાં બાળકો રમતાં રમતાં આવ્યા ને કહે: “જમવાનું આપો.”

વઢવાડ એની મેળે પતી ગઈ હતી.

બન્ને બાળકો આડોશીપડોશી હતા. બન્નેની માતાઓ ગોઠણો હતી.

કેવો સરસ સંપ અને કેવો સરસ ઉકેલ !

: ૪૨ :
ઠીક લ્યો ત્યારે !

“બાપા, મારે તમારી હારે આવવું છે.”

“ના ભાઈ, ત્યાં તારું કામ નથી.”

“એં... એં... અમને લ‌ઈ જાઓ.”

“પણ તું અહીં જ રહે. જો, હું તારે માટે ટીકડી લાવીશ.”