પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટીકુ અને બબલી
૬૧
 

બધાં કહે છે કે બચુને બોલતાં જ નથી આવડતું.

કાકા કહે: “એમ તુંકારો કરીને શું બોલે છે ? જરાક વિવેકથી તો બોલતાં શીખ !”

બા કહે છે: “ઇ તો લોક જેવો છે. કોળી જેમ વડછ વડછ બોલે છે.”

બાપા કહે છે: “આ આપણા ઘરમાં કોઇ તારા જેવો જંગલીબોલો નથી ! તું તે આવું શીખ્યો ક્યાંથી ?”

ભાભી કહે છે: “આઘા જાઓ, તમે મને નથી ગમતા. કેમ બોલાય ને કેમ ન બોલાય ઇ કોઇએ શીખવ્યું છે, કે હાંઉ !”

બચુ મૂંઝાય છે, કેમ બોલવું તે તેને સમજાતું નથી. બધાં તેને વઢે છે; પણ કોઇ તેને બતાવે કે વિવેકથી આમ બોલાય ને સારી રીતે આમ બોલાય તો ?

તો તેને વિવેકથી બોલતાં જરૂર આવડે.


: ૪૪ :
ટીકુ અને બબલી

અવાજ આવ્યો: “એં...એં...એં...”

અમારું ધ્યાન તે તરફ ગયું. બબલીબેનનાં માથામાંથી લોહી વહેતું હતું; વાળ ભીંજાયા હતા; કપડાં પર ટીપાં પડતાં હતાં.