પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નાહકનું શું કામ ?
૬૫
 

છોકરીના હાથ પકડી બાએ જે જે કરાવ્યા. છોકરીએ નમીને જે જે કર્યા. બા ખુશી થઇ. મને થયું: “નાહકનું શું કામ ?”

૩.

રસ્તામાં જતાં મેં બાપ-દીકરાને જોયા. સામે એક મિત્ર મળ્યો. બાપે દીકરાને કહ્યું: “સલામ ભરો ભાઇ, ભાઇને સલામ. સલામ. સલામ. સલામ. અરે આમ સલામ !” છોકરાને ગમ્યું નહિ પણ તેણે સલામ ભરી. તેનો હાથ ઢીલો હતો; મોં ઊતરી ગયું હતું. મને થયું: “નાહકનું શું કામ ?”

૪.

હું એક ભાઇને ત્યાં મળવા ગયો. ભાઇની પાસે તેની દીકરી બેઠી હતી. નાની મજાની હતી. મેં તેની સામે મોં મલકાવી જોયું. બાપે કહ્યું: “દીકરા, શ્લોક બોલો જોઇએ ? ઓલ્યો મૂકં વાળો.” દીકરી મારી લાકડી સાથે રમતી હતી. બાપા કહે: “બોલો બેટા, બોલો. પછી આપણે ટીકડી ખાવી છે ના ?” દીકરી શ્લોક બોલી ગઇ. મને થયું: “નાહકનું શું કામ ?”

૫.

હું એક વૈદને ત્યાં દવા લેવા ગયો. વૈદે દીકરાનાં વખાણ કરી કહ્યું: “આને અત્યારથી દવાની કેવી સરસ ઓળખ છે !” વૈદે દીકરાની સામે જોઇ કહ્યું: “બેટા, કોયદાનની શીશી લાવો.” દીકરો કૂતરા સાથે રમતો હતો. વૈદે કહ્યું: “લાવો છો કે ભા! જો આ ભાઇ કહેશે, દવા ઓળખતાં નથી આવડતું. તને તો આવડે છે, ખરુંના ?” દીકરો ક્વીનાઇનને બદલે સોડાની બાટલી લાવ્યો. બાપે કહ્યું: “આ