પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વાંચ્યા, તું શું વાંચતો’તો?
 


ત્યાં તો માજી દર્શન કરીને આવ્યાં.

બાપા કહેઃ "બાડી, આ વિજુડી લ્યોને જરા, ક્યારની રહેતી નથી.”

માજી કહેઃ "આવો બાપા, વિજુલા, આવો મારા દાદા!”

માજીએ વિજુને તેડી. ખંભા ઉપર માથું ઢાળ્યું, વાંસા ઉપર હાથ થાબડ્યો ને" હા, હા, હા ! સૂઈ જા મારા સાવજ! સૂઇજા મારા દાદા!” એમ કર્યું.

ત્યાં તો વિજુડી રોતી રહી ગઈ ને સૂઈ ગઇ.

માજી કહેઃ "છોકરી કજિયે તો કાંઈ નો'તી ચડી. ઊંઘ આવતી'તી તે રોતી'તી. ઈ તો સાંજે છોકરાં ઊંઘટ્યા થાય એટલે રૂવે છે. દૂધ પીવું હો તો પાઈને જરાક આમ કરીને સુવાડી દઈએ તો સૂઈ જાય.”


: ૨ :
વાંચ્યા, તું શું વાંચતો’તો?

બાળક મોટી ચોપડીમાંથી ક, પ, ડ, ચ એવા અક્ષરો ઉકેલતું બેઠું છે. નવા અક્ષરો શીખેલું છે તેથી તેને વાંચવાનો ઘણો ઉમંગ છે. મોટી ચોપડી કે નાની ચોપડી, અક્ષરવાચન માટે તેને મન બન્ને સરખી છે.

છોકરો કહેઃ "બાપા, હું વાચું છું.”

છોકરો શું વાંચે છે એ જાણવાની દરકાર કર્યા વિના