પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એવા હેવા જ નહિ
૮૭
 

આ બધા રાજી થઈને ગયા. આ ભાઈએ ઈનામ મેળવ્યું; માસ્તરનો પગાર વધ્યો; પણ મારું મન ખેદ પામ્યું. મારે માટે તો પરાણે ને માથાઝીક કરીને ભણાવવાનું રહ્યું, ને મારી તો ચિંતા વધી; એમ જ ભાઈની અણાઅવડાત અને અણગમો પણ એ જ રહ્યાં.

રેસિટેશનમાં ભાઈ પહેલો આવ્યો પરમ્તુ અંગ્રેજીમાં તો ભાઈ છેલ્લો જ રહ્યો !

: ૬૧ :
એવા હેવા જ નહિ

“જુઓ તો ચંપાબેન, તમારો છોટુ નટુનો ગરિયો રમતો રમતો અહીં લાવ્યો છે ?”

“ના રે રેવાબેન, મારા છોટુને એવા હેવા જ નહિ. કોઈનું કોઈ દિ' લાવે જ નહિ તો !”

×××

રાયચંદભાઈ ! છોટુને જરા કહેજો હો કે ! આજે એ અમારી ચંપી ઉપર થૂંકતો હતો.”

“ના રે લખમીચંદભાઈ, મારા છોટુને એવા હેવા જ નહિ. કોઈ દિ' કોઈના ઉપર થૂંકે જ નહિ તો !”

×××

“એલી ચંપા, લે જો તારો છોટુ ધરાર ખોટું બોલે છે. આને ધડ દઈને ધક્કો માર્યોને કહે છે કે હું તો ઊભો હતો !”