પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કજિયા
૯૩
 

રાહ જોવાની ન હતી. તેઓની પરાધીનતા દૂર થઈ હતી; તેઓ એટલા પૂરતા સ્વતંત્ર થયાં હતાં. તેઓને એટલું પોતાનું રાજ મળ્યું હતું.

મેં એમનાં માબાપનું બાળકોની સ્વાધીનતા તરફ લક્ષ ખેંચ્યું. માબાપોએ મારા વિચારને ઘરમાં ચારે કોર અમલમાં ઉતાર્યો, ને બાળકોને ઝીણી ઝીણી સગવડ કરી આપી.

થોડા દિવસ પછી મેં બાળકોને માટે નીચે મૂકેલો નાનો એવો ગોળો જોયો. તેઓ પોતાની મેળે પાણી પીતાં હતાં. કોઈની પાસે માગવું પડતું ન હતું. જમતી વખતે નાના એવ ઘોડા ઉપરથી પોતાનાં વાસણો પોતે જ લઈ આવતાં હતાં. અગાઉ જે કામોને માટે તેઓને મોટાંની મદદ લેવી પડતી હતી તે તેઓ જાતે કરી લેતાંહતાં.

મને થયું કે “મારે મારો અનુભવ સર્વ માબાપોને જણાવવો જોઈએ.”

: ૬૬ :
કજિયા

એં...એં...એં...કરતો રતનો ઘેર આવ્યો. વાઘણ ફાળે થઈ ચાલે તેમ જમના ઊભી થઈ ને બોલી: “કોણે તને માર્યો ? કોણ છે કઈ રોયોરાંડુનો ?”

“ઓલ્યા નારણિયાએ અમને ધક્કો માર્યો.”

“હં...અં. ઈ નારણિયાને હું ઓળખું છું. એની