પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સ્વાવલંબન
૯૫
 

આવી ‘વઢકણી વહુ ને દીકરો જણ્યો’ એવી માતઓ દરેક શેરીમાં કે પોળમાં તો હોય જ છે. એનાથી આપણે દૂર રહીએ. એનાં છોકરાંઓથી આપણાં છોકરાંઓને દૂર રાખીએ.

: ૬૭ :
પરાવલંબન

બાપા, બૂતાન બીડી દ્યોને ?

બા, આ નથી ઊપડતું.

બેન, બૂટ પહેરાવોને ?

બા, નવરાવી દ્યોને ?

નાના કાકા, સાંકળ વાસી દ્યોને !

બાપુ, ચોપડી નથી જડતી; ગોતી આપોને ? "બા, ઊભી રહીને સાથે ચાલને ? મોટાભાઈ, રૂમાલનો દડો કરી દ્યોને ?

: ૬૮ :
સ્વાવલંબન

બીડ જોઉં તારી મેળાએ.

ઉપાડ જોઉં ! ઊપડશે, ઊપડશે.

જો તેને તો પહેરતાં આવડે છે, તારી મેળે પહેર જોઈએ ?

હવે તો તું તારી મેળે નાહી શકે; લે પાણી કાઢી આપું. મેળાએ નાહી લે.