પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. તેથી સાથે મળીને કામ નથી કરી શકતા. કોઈના પ્રયોગ ઊંડે જતાં નથી. કોઈ નમ્રતા કેળવતા નથી. (નમ્રતા કેળવી શકાતી હશે ખરી?) આમ કહીને હું નૈસર્ગિક ઉપચારકોને વગોવવા નથી ઇચ્છતો. વસ્તુસ્થિતિ બતાવું છું. જ્યાં સુધી એઓમાંથી કોઈ અત્યંત તેજસ્વી માણસ ઉત્પન્ન નહીં થાય ત્યાં લગી સ્થિતિ બદલાવવાનો સંભવ થોડો છે. સ્થિતિ બદલવાનો બોજો ઉપચારકો ઉપર છે. દાકતરો પાસે પોતાનું શસ્ત્ર છે, પોતાની પ્રતિષ્ઠા છે, પોતાનો સંઘ છે, પોતાની શાળાઓ છે. અમુક અંશે સફળતા પણ મળે છે. તેઓ પાસેથી અજાણી વસ્તુ એકાએક ગ્રહણ કરવાની આશા ન રાખવી ઘટે.

દરમ્યાન સામાન્ય માણસે આટલું સમજી લેવું બસ છે. નૈસર્ગિક ઉપચારના ગુણ તેના નામ પ્રમાણે છે. કેમ કે તે કુદરતી છે એટલે અણઘડ માણસ નિશ્ચિંતપણે તેનો ઉપયોગ કરી શકે છે માથું દુખ્યું તો ટાઠા પાણીમાં બોળીને ભીનો રૂમાલ માથે મૂકવામાં નુકશાન થાય જ નહીં. માટીનો ઉપયોગ ઉમેરી ભીનાશની ઉપયોગિતામાં આપણે વધારો કરી શકીએ.

હવે ઘર્ષણસ્નાન ઉપર આવું, જનનેંદ્રિય બહુ જ નાજુક ઈંદ્રિય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઈક અદભુત્ વસ્તુ રહેલી છે. તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઈને ક્યુનેએ કહ્યું છે કે, ઈંદ્રિયના છેડા ઉપર (પુરુષના કેસમાં ઘૂમટ ઉપર ચામડી ચઢાવી લઈને.) તેની ઉપર નરમ રૂમાલ ભીંજવીને તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતિ આમ બતાવી છે: ટબમાં પાણીની સપાટીથી થોડે ઊંચે તેની બેઠક આવે એવું સ્ટૂલ મૂકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઈન્દ્રિયના છેડાનું ઘર્ષણ કરવું. જરાય ઈજા ન થવી