પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


________________

૮ [૩] આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામના સીમાચિહ્ન સમા કેટલાક પ્રસંગોને નિરૂપવા જતાં લેખકે કથાવહેણને ક્યાંક ક્યાંક સ્ખલિત કર્યું છે; પરંતુ આ હકીકતને આ રીતે ના સ્વીકારતાં, તેના હાર્દમાં રહેલા શુભ આશયને પામવો આવશ્યક છે.

સ્વરાજ્ય મેળવવા માટે જે તમન્ના હતી, પરંતુ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટવાની તમન્ના છે ? ઐતિહાસિક નવલકથા કેવળ ઈતિહાસના પ્રસંગોનું સ્થૂલ કોષ્ટક નથી; પરંતુ ઐતિહાસિક પ્રસંગોનું અદ્યતન અર્થઘટન છે. આ નવલકથામાં સ્વાતંત્ર્યપ્રાપ્તિના ઇતિહાસ કરતાં, વર્તમાન પ્રત્યે જે અંગુલિ નિર્દેષ છે, તેનું મહત્ત્વ વિશેષ છે.

ગાંધી નામને વટાવવા આજે જ્યારે સર્વત્ર વ્યાપક પ્રયત્નો છે, ત્યારે આ લેખકે ગાંધીજીએ દાખવેલાં જીવનમૂલ્યોનું સચોટ દર્શને કરાવ્યું છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિના પ્રયત્નોને સૌએ ધર્મક્ષેત્ર- કુરુક્ષેત્ર તરીકે વર્ણવ્યા છે, પરંતુ ગાંધીજીને 'ગીતા' તરીકે આ લેખકે ઓળખાવ્યા છે. ગાંધીજીના આચાર–ધર્મના આદેશને અહીં અનોખો ઓપ આપવામાં આવ્યું છે. આ હકીકતની પ્રતીતિ કરાવતાં આ રહ્યાં કેટલાંક અવતરણો :

'માનવનું સર્જન ભગવાને કર્યું છે અને જાતિભેદનું સર્જન માણસે કર્યું છે' – એમ ગાંધીનું કહેવું છે. ખરું કહીએ તે દુનિયામાં બે જ ધર્મ છે ? માનવતાવાળો અને માનવતા વિનાનો.'

'મનુષ્યને ઓળખ્યા વગર તેના વિશે ફાવે તેમ બોલવું અને તિરસ્કાર વ્યક્ત કરવો, એ એથી વધુ મેટું પાપ છે, ભાઈ ! સત્ય અને અહિંસા એ ગાંધીનો ઉપદેશ છે. સત્યાગ્રહીને આવો વ્યવહાર