પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


________________

આત્માના આલાપ

૯૯

'ટોણો મારશે નહિ, સોની, તમે કયા કામ માટે આવ્યા છો, તે કહો.....'

'એ જ ભાઈ, અત્યારે કહી રહ્યો છું...'

'એનો જવાબ તો આપી દીધો છે, તે ગમે એ માની બેસે તો હું તેને ક્યાં સમજાવવા આવું ?'

'ત્યારે તમારા મનમાં કાંઈ જ નથી ?' '...............'

'તમારે અહીં કામ છે. અધિવેશન પૂરું થાય ત્યાં સુધી અહીં રોકાવાના છો. બાકી તમારા મનમાં ગુસ્સો કે બીજું કાંઈ નથી, એમ જઈને જણાવું ને, ભાઈ ?'

- 'કહેજો' કહી સંમતિ આપી કે 'ના કહેજો' કહી ના પાડયા વગર રાજારામન અંદર જવા માટે ફર્યો. 'હવે હું જાઉં ને ?' સોનીને આ સવાલ સાંભળીને 'હા, અધિવેશન અને સરઘસમાં આવજો' – પાછા ફરીને તેણે જવાબ આપ્યો. સોની ચાલ્યા ગયા. અધિવેશનને બેત્રણ દિવસ બાકી હોવાથી મુત્તિરુલપ્પન અને ગુરુસામી બધા જ સમિતિના કાર્યાલયમાં ભેગા થતા હતા. સોનીના ગયા પછી બીજે દિવસે કાર્યવસાત વાંચનાલયમાં જઈને પાછા આવી મુત્તિરુલપ્પને પૂછયું, “રાજા! મદુરમ પર કાંઈ ગુસ્સે થયો છે ?' રાજારામને સંકોચ સાથે જવાબ આપ્યો, 'એવું કાંઈ નથી !'