પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તમિળ રાજ્ય કોંગ્રેસનું અધિવેશન મદુરમાં ભરાયું. ઘણું ગામના કાર્યકરો એકત્ર થયા. સત્યમૂર્તિએ પ્રમુખ સ્થાન લીધું. આખું નગર “વંદેમાતરમ્ ” અને “મહાત્મા ગાંધીની જયંની ઘોષણાથી ગૂંજી ઊઠયું. સરઘસ પણ ભવ્ય હતું. રાજારામનના પ્રયત્નથી સારા પ્રમાણમાં યુવકે સરઘસમાં જોડાયા. સત્યમૂતિએ પ્રમુખસ્થાનેથી કરેલ પ્રવચનમાં ભારતીયારનાં ગીતોનું જોમ અને શક્તિ હતાં. અધિવેશન પૂરું થયા પછી તમિળ રાજ્ય કોંગ્રેસના પ્રમુખની ચુંટણ થઈ. પ્રમુખ માટે ચક્રવતી રાજગોપાલાચાર્ય, સત્યમૂર્તિ, સરદાર વેદરત્નમ પિ, તિરુવણણામ, અણામલી, પિ વગેરેએ ઉમેદવારી કરી. પાછળથી સમાધાન થયું. રાજગોપાલાચાર્ય પ્રમુખ તરીકે, સત્યમૂર્તિ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. સરદાર અને અણામ પિલૌએ પિતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. કામરાજ નાડાર, પહેલી વખત કારોબારીમાં અને મહાસમિતિમાં ચૂંટાયા. ડોકટર ડી. એસ. એસ. રાજન અને ભક્તવત્સલ મંત્રી તરીકે ચૂંટાયા. - લગ્ન પતી ગયા પછી ઘર ખાલી લાગે છે તેમ અધિવેશન પૂરું થયા પછી સમિતિનું કાર્યાલય સનું સૂનું લાગ્યું. રાજારામનને હજી બેએક દિવસનું કામ હતું. મુસ્િલપન અને ગુરુસામી બધા જ કાર્યાલયમાં આવજા કરતા હતા. વાંચનાલય ફક્ત સોની જ સંભાળતા હતા. ત્રીજે દિવસે સવારે રાજારામન વાંચનાલય પર ગયે અને તેની પાસેથી ચાવી લઈને,