પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૦ આત્માના આલાપ રહી પુસ્તકનું વાંચન કર્યું. મદુરમની ભાવભરી સરભરાથી પોતે સ્વર્ગલેકમાં વસે છે, એવો અનુભવ તેને થયે. એ પ્રેમમય દિવસે દરમિયાન એક દિવસ સાંજે પિતાની મા મંદિરમાં ગઈ હતી ત્યારે વીણ ત્યાં લઈ આવીને મદુરએ રાજારામનને એક કલાક સુધી સંભળાવી. તે સંગીતના દિવ્ય કંઠમાં રાજારામન મુગ્ધ થઈ ગયે. સામે સરસ્વતીદેવી નારી દેહ ધરીને, આવી બેસીને વીણાનું વાદન કરતી હેય એવું દશ્ય. રાજારામનને જણાયું. - ઘર અને જમીનને વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરી આપવા રાજારામનને જે દિવસે મેલૂર જવાનું હતું તેના આગલા દિવસે સવારે પ્રહદીશ્વરનને પત્ર તેને મળે. વરસની શરૂઆતમાં મોતીલાલ નહેરુના મરણના સમાચારે તેમના મનને અત્યંત વ્યથિત બનાવી દીધું હેવાનું તેમણે લખ્યું હતું. પિત અને પિતાની પત્ની પદુકે ના ગામમાં જઈને ખાદીનું વેચાણ કરતાં હતાં અને સ્વદેશી વસ્તુઓના પ્રચાર માટે યથાશક્ય પ્રયત્ન કરતાં હતાં. તેથી મદુરે અધિવેશનમાં આવી શકાયું નહિ. બનશે તે ફરી કોક વાર આવીશ, એવો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો હતો. એ પત્ર વાંચીને તેણે મરમને આપે – એ પત્ર વાંચીને મદુરમે પ્રહદીશ્વરન વિશે વધુ પૂછપરછ કરી. જેલવાસ દરમિયાન તેમની સાથે વિતાવેલા યાદગાર દિવસે અને પ્રસંગે રસપ્રદ બાનીમાં રાજારામને રજૂ કર્યા. આવતી કાલે વહેલી સવારે મેલૂર જઈ વેચાણ દસ્તાવેજ કરી આપી બાકીના પૈસા લઈ આવીશ,' આગલી રાતે રાજારામને મદુરમને કહ્યું હતું એથી તે સમયસર કેફી લઈને હાજર થઈ ગઈ. આવીને જોયું તે રાજારામન ઊઠયો ન હતું. તેને ઉઠાડ્યો ત્યારે સમયસર પરવારીને મેલૂર જવા નીકળી શક્યો. વેચાણ લેનાર ભાઈએ સ્ટેમ્પ ખરીદી, દસ્તાવેજ લખાવી બધું તૈયાર રાખ્યું હતું. એથી સબરજિસ્ટરની ઑફિસમાં વધુ વાર લાગી