પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૧૨ આત્માના આલાપ ત્યાર પછી નાગમંગલમ આવ્યા – અને મહુરમે મને, તમને અને મુત્તિલપન–બધાને વિસારી દીધા.' “છીઃ! છિ: ! આવું ન બેલે, ભાઈ ! જમીનદારનું નામ લેતાંની સાથે જ મધુરમ પર તમને ગુસ્સો આવે છે. તે શું કરે ? બિચારી ! ભલે તે જમીનદાર આગળ વીણુ વગાડતી હોય છતાં મનમાં તે તમારા નામની જ માળા જપતી હશે; એ તમારે સમજી લેવું જોઈએ...' હું સમજ્યો નથી, એમ મેં અત્યારે કયાં કહ્યું છે ?” તે સમજીને પણ તમે આવું બેલે છે, ભાઈ ?” "સારું, સારું એ વાત રહેવા દે.. હું જરા મંદિર સુધી જઈ આવું'– કહી રેટિયો એક બાજુએ મૂકી, નીચે ઊતરી, રાજા રામન મંદિરે ગયો. ફરી તે પાછો ફર્યો ત્યારે રાતના સાત વાગી ગયા હતા. તે ઉપર ગમે ત્યારે તેની અંદર ખુરશીમાં અને મદુરમા મેડાના ધાબાની અંદર આવી પહેલા પગથિયા પર બેસીને બંને વાતે કરતાં હતાં. - રાજારામનને અંદર આવતે જોઈને મદુરમ ભવ્ય રીતે ઊભી થઈ. સંપૂર્ણ શણગાર સજી સૌંદર્ય સામ્રાજ્ઞીની જેમ તેને ઊભેલી જોઈને થોડી વાર પહેલાં તે એક જસ્ટીશ પાટીના જમીનદાર અને, અંગ્રેજ આગળ વીણા બજાવવાથી પિતાને થયેલું દુઃખ પણ વીસરી ગયે. અગ્નિની ભભૂકતી જવાળા ઉપર ઝાકળ બિંદુ પડવાથી સમી જાય તે રીતે તેના ગુસ્સાભર્યા વદન પર તેની પ્રેમભરી મીઠી નજર પડતાં જ તે ઠરી ગયે. હું તેને નહિ જીતી શકું એવી તેના મનમાં ભાવના જાગ્રત થઈ. કાંઈ પશુ બોલ્યા વગર, મકાન અને જમીનના આવેલા પિસા તેને આપવા માટે હાથ લાંબો કર્યો. મરમે પહેલાંની જેમ, બંને હાથમાં તે લઈ આખે અટકાડયા. સની ધીરેથી નીચે સરકી ગયા. કંઈ પણ બહાનું કાઢીને મધુરમ સાથે ઝઘડવાનું રાજારામનને મિન થયું. જમીનદાર આવ્યા અને તેની સાથે તકરાર કરવાને તેને વિચાર ન હતું. બીજી બાબત પર તેણે તકરાર શરૂ કરી.