પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

- ૧૦ આભૂષણ સમાન છે. તેના લેખક શ્રી ના. પ્રાર્થસારથિ તમિળ સાહિત્યમાં વિરલ અને વિશિષ્ટ ખ્યાતિ ધરાવતા સાક્ષર છે. તમિળનાડુ રાજ્યમાં, મદુરે સમીપ આવેલા “નાદીકુડી' નામના નાનકડા ગામડામાં ખેડૂત કુટુંબમાં જમ્યા, પરંતુ ખંત અને ઉદ્યમથી તેમણે આગવી કારકિર્દી કંડારી. ભાષા અને સાહિત્યમાં અત્યંત ઉચ કહી શકાય એવી “તમિળ સંગમ પંડિત'ની તેમણે ઉપાધિ મેળવી છે. પ્રારંભમાં પ્રાધ્યાપક તરીકે વ્યવસાય સ્વીકાર્યો, ત્યાર બાદ પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવ્યું. સર્જનક્ષેત્રે નવલકથા અને નવલિકા તેમની કલમને ફાવી ગયેલાં સાહિત્ય સ્વરૂપ છે. તેમના સકળ સર્જનકાળમાં આ નવલકથા “આત્માનો આલાપ ” યશ કલગી સમાન નીવડી છે. જ્યારે તેમની નવલકથા “સમુદાય વિધિ અને સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક મેળવવાનું સૌભાગ્ય સાંપડયું છે. આ અગાઉ “સમુદાય વિધિ' નવલકથાને અનુવાદ “સ્નેહ, સિમત ને સપનાં' ગુજરાતીમાં પ્રગટ થઈ ગયે છે. આમ ગુજરાતી ભાષામાં અનુવાદિત પાતી આ તેમની બીજી નવલકથા છે. શ્રી નવનીતભાઈ મદ્રાસી દ્વારા ગુજરાતી સાહિત્યને દક્ષિણ ભારતની એક વધુ વિખ્યાત નવલકથાને અનુવાદ સાંપડે છે. આમ શ્રી નવનીતભાઈ મદ્રાસીએ ગિરા ગુજરીમાં દક્ષિણ ભારતની સર્વો. ત્તમ રચનાઓને કંડારીને, ગુજરાતમાં દક્ષિણ ભારતનાં મીનાક્ષી મંદિરોની પરંપરા સર્જી છે, આ સારસ્વત ધર્મ અદા કરી રહેલા શ્રી નવનીતભાઈ અભિનંદનને પાત્ર છે. આશા છે ગિરા ગુર્જરીના ઉદ્યાનમાં આ નવલકથા એક આગવા લતામંડપ જેવું સ્થાન પામશે અને આપણું વાચકો માટે તે રસપ્રદ આસ્વાદ્ય નીવડશે તે તેને આનંદ અને વિશેષ હશે. – કનૈયાલાલ જોશી