લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૧૯ લાગણું અનુભવી. કડલૂરની જેલમાં રાજારામન ગણ ગણીને દિવસે પસાર કરતે હતે. કડલૂરની જેલનું ભોજન અત્યંત ખરાબ હોવાથી તેને મસાનું દર્દ થયું. ખોરાક કાંકરા કરતાં પણ કઠણ આપવામાં આવતું હતું. જેલના ડોકટર ભેજન કરતાં પણ વધુ ખરાબ દવા આપતા હોવાથી દર્દમાં કાંઈ ફાયદો થતો નહિ. દર સોમવારે જેલના મેદાનમાં થતી કેદીઓની પરેડ વખતે દરેક કેદી પિતાની મુશ્કેલી જેલરની આગળ રજૂ કરી શકતો પરંતુ આવી મુશ્કેલીઓ સાંભળી ન સાંભળી કરી જેલર આંખ આડા કાન કરતે. કડલૂર જેલમાં આવ્યાના થડા દિવસ પછી મુત્તિરૂલપ્પન અને સેની મળવા આવ્યા તે જ વખતે મહાત્મા ગાંધીને કેદ કરીને થોડા જેલમાં રાખ્યાના સમાચાર તેણે જાણ્યા. તેઓની મારફતે તેણે સમાચાર મોકલ્યા. તે પણ પત્ર તેઓની સાથે મોકલતી. કડલૂરની જેલમાં તેનું શરીર ખૂબ નખાઈ ગયું હતું. હાડકાં પાસળાં દેખાતાં હતાં. નહાવાના પાણી માટે પણ કડક નિયમ હતા. સૂવા માટે પાથરણાની કઈ સગવડ ન હતી, એશીકાને બદલે હાથ કોણ એથી વાળને માથા નીચે મૂકી સૂઈ જવું પડતું. જાજરૂ અને પેશાબખાનાની અસહ્ય દુધમાંથી પસાર થવું પડતું હતું. વેલૂરમાં ચલાવાતા ભારતીયારનાં ગીતોના વર્ગો કે અવારનવાર બધા એકઠાં મળીને પ્રાર્થના કરે એવું કાંઈ કડલૂરની જેલમાં ન હતું. મનને સાંતવન કે શાંતિ ન મળે એવો કડલૂરના કારાગૃહને વાસ હતો. મન વિચારના ચક્રાવે ચઢી જવાથી મોડી રાત સુધી રાજારા મનને ઊંઘ આવી ન હતી. પાછલી રાતે જરા આંખ મીંચાતાં તેણે એક સુખદ સ્વપ્ન જોયું. મધુરમ સ્વપ્નમાં રેટિયે કાંતતી કાંતતી નથી જાણતી રામા ભક્તિને માર્ગ ' ગાય છે. રાજારામન તેની નજીકમાં બેસીને એ ગીત સાંભળી રહ્યો છે. સમય ક્યાં પસાર થઈ ગયે એની ખબર પડી નહિ,