લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૨૧ કરી હતી. આ પંકિતઓ યાદ કરવામાં, ભૂલવામાં, ફરી ફરી યાદ કરકરવામાં અને ફરી ફરી ભૂલવામાં ઘણું દિવસે પસાર થઈ ગયા. આવી સુષુપ્ત અવસ્થામાં કેટલીક રાતે વીતી ગઈ. જાગૃત અવસ્થામાં આવતાં ડાયરી લખી લેવાને તેણે વિચાર કર્યો. મહિનાઓ વીતતા ગયા. તેના છૂટવાના એક મહિના પહેલાં મળવા આવેલા સનીએ નાગમંગલમ જમીનદારના મરણના સમાચાર જણવ્યા. સની પિતાને આ સમાચાર કેમ જણાવે છે, એ પહેલાં તેને સમજાયું નહિ. ડી વારમાં એ સમજાયું. સમજતાંની સાથે જ એક બીજી વાત પર પણ પ્રકાશ પડ્યો. મધુરમ, ધનભાગ્યમ્, મંગમ્મા, મામા બધાં ઘરને તાળું મારીને નાગમગંલમ ગયાં છે, ભાઈ ! પાછા આવતાં એક મહિને પણ લાગે.” જવું જ જોઈએ ને ! ”- રાજારામનના શબ્દોમાં પરિહાસ હતે બિયારી ! ધનભાગ્યની આ મોટી કસોટી છે.” - સનીનું કથન હજી પણ રાજારામનને સમજાયું નહિ. હવે, મધુરમના બાપુજી રહ્યા નહિ...' “તમે શું કહે છે, જેની ?” મારું કહેવું સમજાયું નહિ, ભાઈ ?' સમજાય એવું તમે કહે ત્યારે ને ?' આપણું મધુરમ, જમીનદારથી જન્મેલ ધનભાગ્યમની દીકરી છે, નામંગલમ જ તેના બાપ છે- જમીનદાર આ વાત જાહેરમાં કહેતા નહિ, પરંતુ પિતાની દીકરી જેટલું જ મધુરમ પર તેમને હેત હતું...” - અત્યાર સુધી જમીનદાર માટે પોતે જે વિચારો ધરાવતા હતા એ યાદ આવતાં તેને ક્ષોભ થશે. એને શું બોલવું એ ન સમજાવાથી શત રહ્યો. મદુરને પણ પિતાની સાથે જમીનદાર વિશે વાત કરી હતી ત્યારે પણ તેઓ તેના બાપ થાય છે એ તેને જણાવ્યું નથી. .

-