પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૨૭ ઉચ્ચ પરિવારની સ્વચ્છતા, દેવોની સુંદરતા, ગાંધીની કલાનિપુણતા, બ્રાહ્મણના વૃતમાં દઢ વિશ્વાસ, જ્ઞાનીઓ કરતાં પણ વધુ સુસંસ્કૃત, ભણેલાઓ કરતાં વધુ સુઘડ – આ બધું એક ગાનારીને ત્યાં જોઈને તેને અકય આશ્ચર્ય ઊપર્યું. એ જ તેમની મૂડી છે – એમ તેનું મન વારંવાર કહેતું હતું. ' “પરિશુદ્ધ પ્રેમ એ મદુરમનું સંગીત છે – એની વીણુવાદનનું સંગીત એ એના પ્રેમનું બીજું પાસું છે – મદુરમ માટે તેણે વિચાર કર્યો. તે ગાય છે એ ગીતમાં જ નહિ, બોલે છે એ સંગીતમાં પણ અપસૂર આવતું ન હતું, એ તેણે ધ્યાનથી જોયું. જમીનદારના મૃત્યુ પછી મરમે રેશમી સાડીઓ પરને મેહ છોડી દીધો. દિવસે દિવસે તેની પાસે ખાદીની સાડીઓ વધતી ગઈ. રાજારામને એક દિવસ તેને પૂછયું : કેમ મદુરમ, રેશમી સાડીઓને મોહ તદ્દન છેડી દીધે, લાગે છે ?' ક્યારેય મને તેને મેહ હતો નહિ ! બાપુજીએ રેશમી સાડીઓ લાવીને ઢગલા કર્યા હતા. ઘર માટે રેશમી સાડીઓ જ્યારે ખરીદતા ત્યારે યાદ રાખીને ભેગાભેગી મારે માટે પણ લેતા. જે ન પહેરું તે તેમના મનને દુઃખ થાય એટલા માટે હું પહેરતી હતી. હવે એની જરૂર નથી...' કેમ? હવે રેશમી સાડીઓ નહિ મળે ?” એમાં શંકાને સ્થાન ક્યાં છે? તમને કહું તે તમે ખાદીની સાડીઓ જ લાવવાનાને ખૂબ કહું છું. ખાદીની સાડીઓ અટીઓની જ મળે છે કે – તારે જોઈતી હોય તે રેશમી સાડીઓ નહિ લવાય ?' • '.