પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

ટેલિપ્રિન્ટર પર મળેલા છેલા તારના સમાચાર કંપોઝ કર્યા પછી પણ પંદર લીટી કેપિઝ થાય એટલી જગ્યા વધી હતી. બહારગામની આવૃત્તિ છપાઈ ગયા પછી મશીન પર ચઢાવવા માટે શહેરની આવૃત્તિ તૈયાર છે, એવી માહિતી પણ ફેરમૅન નાયુડુએ આપી હતી. રાતના રિપિટર નારાયણ સામીએ છેલ્લા આવેલા તારને સમાચારના રૂપમાં ગોઠવી આપીને બે મેજ ભેગાં કરી, સુવાની તૈયારી કરી. હેલની ઘડિયાળમાં એકને ટકે રે વાગ્યો. આટલા મેટા હોલની નીરવતાને પડકાર હોય તેમ ટકરાને રણકાર દૂર સુધી પ્રસરી ગયે. નાયડને અવાજ સાંભળીને મેં માથું ઊંચું કર્યું. શહેરની આવૃત્તિનું પાનું પૂરું કરીને મશીન પર ચઢાવી દઉં ? છેલા તારના સમાચારની નીચે વધેલી જગ્યા ખાલી જ રહેવા દઉં છું, સાહેબ.” હું નાયડુને જવાબ આપું તે પહેલાં જ ટેલિ. પ્રિન્ટરમાં ખડખડાટ થયે. ફેરમેનને મેં મચકેડ જોઈને હું ટેલિપ્રિન્ટર પાસે ગયે. ઊંઘી ગયેલા નાઈટ રિપોર્ટરની મદદની આશા રાખી શકાય તેમ ન હતું. શહેરની આવૃત્તિ મશીન પર ચઢાવતી વખતે ટેલિ. પ્રિન્ટર પાસે દોડી જવાની રાતના તંત્રીને આવશ્ય. કતા નથી, પરંતુ પત્રકારત્વના ધંધામાં હેદા કરતાં ફરજ પ્રત્યે વધુ જાગૃત રહેવું જોઈએ, એ મતને હું માણસ છું. ટેલિપ્રિન્ટર ત્રણ મિનિટમાં જ શાંત થઈ ગયું. ઍલ્યુમિનિયમની ફૂટપટ્ટીથી કાગળ ફાડ્યો ત્યારે