પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૩૯ મહેકી રહ્યું હતું. તેઓ બધા આવ્યા ત્યારે ધનભાગ્યમના ખાટલા પાસે નીચે પાથરણું પર બેસીને મદુરમ વીણા વગાડતી હતી. આ પ્રહદીશ્વરનની સાથે રાજારામનને જોતાં જ ચમકીને ઊભા થવાને પ્રયત્ન કરતી મદુરામને હાથના ઇશારાથી બેસીને વગાડવાનું રાજારામને જણાવ્યું. તેઓ પણ પાથરણાં પર બેઠા. મદુરમને વદન પર નવવધૂનું આકર્ષણ જણાયું. કેશાવલોમાનાં ફૂલે મેહંકી ઊઠચાં. - “જ્યારે પહેલવહેલી વખત તે કાંતેલા સુતરની આંટીઓ લઈને રાજારામન ખાદીની સાડી ખરીદવા આવે ત્યારે જ મને આ બધું સમજાઈ ગયું હતું !' મુત્તિરૂલપ્પને મદુરમની મશ્કરી કરી. મંગમ્માએ મઘમઘતું ભોજન બનાવ્યું હતું. જમણ પતી ગયું. મદુરમે થોડો સમય ગાયું. વિદાય લઈ નીકળ્યા ત્યારે, “આપણો દેશ પરતંત્રતાની બેડીમાંથી છૂટીને જલદી આઝાદ થાય એવી પ્રાર્થના અમારી સાથે તમે પણ કરે, મા ! તો જ તમારી દીકરીનાં લગ્ન જલદી થશે ” પથારીમાંથી પરાણે ઊઠીને બેઠી થયેલો ધનભાગ્યમ પાસે જઈને પ્રહદીશ્વરને કહ્યું, બીજે દિવસે વહેલી સવારે રાજારામન, પ્રદીશ્વરન, મુનિલ યન ત્રણે જ્યાં આશ્રમ સ્થાપવાને હતી એ વાડીએ ગયા, પર્ણકુટિઓ હોય છે એવી પિણે ફૂટ જાડી ગૂંથણીવાળી સાદડીઓ છાપરાના સ્થાને નાખવાથી સાદગીની સાથે ખર્ચ પણ ઓછો થશે એવું પ્રહદીશ્વરને જણાવ્યું. – વડલે અને કમળનું તળાવ યથાવત રહેવાં જોઈએ. ઘરમાં આવતાં લીલાં વૃક્ષ ન કાપતાં તેની ડાળીઓ ભલે પણ કુટીરનાં છાપરાંઓની ઉપર રહે અને થડને ઘરમાં થાંભલી તરીકે ઉપયોગ કરી તેના ઉપર છત ઓઢવી જોઈએ એ તેમને અભિ પ્રાય હતે. એક નાના સરખા છોડને પણ નાશ કરવા તે ઇરછતા ન હતા. વડીના દક્ષિણ તરફના ઢળાવ પર પશ્ચિમ ઘાટની હાર