પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૪૦ આત્માના આલા માળા શરૂ થતી હતી. ઘણે દૂર ગયા પછી વર્ગ નદીમાં મળી જતું એક ઝરણું હતું. તે ઝરણાનું નામ “પીર એડે (ગુલાબજળનું ઝરણું) છે.' વાડીના પગીએ જણાવ્યું. વાડીમા ઝરણાને એટલે ભાગ પસાર થતા હતા તેટલા ભાગમાં ઝરણામાં ઊતરવા માટે બેત્રણ સ્થળે જમીનદારે સુંદર પગથિયાં બનાવડાવ્યાં હતાં. વાડીની અંદર બેત્રણ સ્થળે મોટાં થયાંવાળાં કૂવા હતા. કૂવાઓનું પાણી ટોપરા જેવું મીઠું હતું. સામે કિનારે ઝરણુની બીજી તરફ એક ઝાડી હતી. તે ઝાડીને પર્વત ન કહી શકાય, મોટી ઘટાદાર વૃક્ષો ત્યાં ન હતાં, તેથી ઝાડી જંગલ જેવી ન જણાતાં હરિયાળી હતી. નાના પર્વત જેવી તે ઝાડી પછી ઝરણું, તે પછી વાડીવાળી તે જગા, મળીને પ્રાકૃતિક સૌંદર્ય પ્રદાન કરતાં હતાં. રેટિયાશાળા, ખાદી વણાટ ઉપરાંત પહેલાં પ્રાથમિક શાળા શરૂ કરવાં અને ક્રમે ક્રમે પ્રાથમિક શાળાને માધ્યમિક શાળા સુધી લઈ જવી અને તેમાં ખેતીવાડી વગે. રેને અભ્યાસ ચાલુ કરવો એવું તેઓનું આયોજન હતું. “અભણ, ગરીબ, અભ્યાસ કરવાની સગવડથી વંચિત રહેલા ગરીબ અને પછાત કોમને જ્ઞાન આપવું, આ જ આશ્રમનું મુખ્ય ધ્યેય રહેવું જોઈએ? પ્રહદીશ્વરને કહ્યું. મદુરે પાછા ફર્યા પછી આશ્રમનું નામ શું રાખવું તેને તેમને વિચાર આવ્યું. વડીલ અને અનુભવી વૈદ્યનાથન અય્યર પાસે જઈને તેમની સલાહ લેવાનું રાજારામને જણાવ્યું. તેઓ તેમને મળવા ગયા. એ વખતે મદુરે આવેલા મદ્યાપારે વંકટરામન અય્યરને પણ મળવાનું તેમણે જણાવતાં કહ્યું, - “સત્ય એ આત્મશુદ્ધિ માટે છે. સેવા એ બીજાનું ભલું કરવા માટે છે. આ બંને મહાત્મા ગાંધીનાં વતે છે. સત્ય અને સેવા એ સિક્કાની બે બાજુ જેવાં હોવાં જોઈએ. તમારા આશ્રમનું નામ સત્યસેવાશ્રમ રાખે એ વધુ ઉચિત છે.' એ નામ તેમને ગમ્યું. નામ