લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અહમાના આલાપ ૧૪૩ આવી તે જ રાજારામન ઊઠીને બેઠો થઈ ગયે. બંગડીવાળા હાથીદાંત જે હાથ ઊંચે જ રહી ગયો. કેમ? હું લેપ કરી ન શકું ? અહીં મૂકી દે..! મારી જાતે લેપ કરીશ.' એ નહિ બને ! તમે જાતે તમારા પાળે લેપ કરે તે અશક્ય છે. મને પણ આવા પ્રસંગે મા કે મંગમાં જ લેપ કરે છે. વળી લેપ ગરમ છે. તમારા આંગળાં દાઝી જશે...” એ સાંભળીને રાજારામન હસ્ય. * મારાં આંગળાં દાઝી જશે અને તારાં નહિ દાઝે? ' – જવાબ આપવાને બદલે મરમે બીડેલા અધરથી સ્મિત કરી શીશ નમાવ્યું. “દેશ આઝાદ થાય નહિ ત્યાં સુધી કોઈ પણ સ્ત્રીને હાથ આ શરીરને સ્પર્શ કરશે નહિ, એવી મેં પ્રતિજ્ઞા લીધી છે...' “સેવા કરનારને રોકવાને કઈ પણ પ્રતિજ્ઞાને અધિકાર નથી.” – આને જવાબ રાજારામન આપી શક્યો નહિ. ફરી મદુરમની મૃદુ અને કમળ અંગુલિએ તેના કપાળને સ્પશી ત્યારે રાજારામને તેને રોકી નહિ. તે મૃદુ બંગડીવાળા હાથે તેના કપાળને સ્પર્શ કર્યો ત્યારે તેણે માખણ જેવી ઠંડક અનુભવી. લેપ પણ તેને ઠંડે હેય એ જણાય. મદુરમે સ્મિત કરતાં તેને પ્રશ્ન કર્યો : - “મારે તમને એક વાત પૂછવી છે...' પૂછ. કઈ પણ વરદાન આપવાને અશક્તિમાન એવો દેશ સેવક છું હું.હું આપી ન શકે તેવું મોટું વરદાન તું માગીશ તો એ આપવા હું બંધાતું નથી, મદુરમ !' મદરમે સ્મિત કર્યું. તે પછી કેઈ પણ સ્ત્રી અને સ્પર્શ કરી શકશે નહિ એમ .


' '...