પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૪૭ ' ' વરસે ગાંધી અને વાઈસરોય મળ્યા. વ્યક્તિગત સત્યાગ્રહ કરવાને ઠરાવ પસાર થયું. કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ વ્યાપી ગયું. એક વખતે આશ્રમ માટે બહાર જઈને કાર્યકર્તાઓ પાસે આર્થિક મદદની માગણી કરી શકાય એવી પરિસ્થિતિ ન હતી, રાજારામને ગણતરી કરી. મેલુરનાં જમીન અને ઘરના વેચાણના પૈસા મદુરમને રાખવા. માટે આપેલા તેમાંથી થોડા ચેડા કરીને સારી એવી રકમ મહાત્મા. ગાંધીના હરિજન ફાળામાં આપી હતી. આ પ્રમાણે વાંચનાલય, પત્રિકાઓ અને મુનિરુલયન જેવા ઓના પરિવારને મદદ – વગેરે કાર્યોમાં મરમે આપેલી રકમ ઘણી મોટી હેવી જોઈએ, એમ તેની ગણતરી કહેતી હતી. પોતે રાખવા આપેલા પૈસા ઉપરાંત મદુરમના પિતાના પૈસા પણ સારા પ્રમાણમાં ખર્યા હોવાનું જણાયું. જાણે આ ઓછું હોય તેમ તેણે તેની માલિકીની મેટી વાડી પણ આશ્રમને લખી આપી હતી. આશ્રમના મકાનના બાંધકામ માટે પૈસાની જરૂર છે, એ વાત જે મદુરમને જણાવવામાં આવે છે તે એને કોઈ પણ રસ્તે કાઢે. ને કાઢે જ. પરંતુ તેના પર પસાને વધુ બે ન પડે એટલા માટે રાજારામને તેને વાત કરી નહિ. વૈદ્યનાથ અયર શુભ આશયથી જે પાંચસો રૂપિયા આપ્યા હતા. એ જ તેના હાથમાં હતા. પૈસાની વ્યવસ્થા કરીને આશ્રમનું કાર્ય પ્રહદીશ્વરનને જે સોંપી શકાય તે. પિતે અને મુત્તિલપને વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈ શકે એમ છે, તેને જણાવ્યું. પરંતુ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી, એ તેને સૂઝતું નહોતું. તે આવા વિચાર કરતે હો એ વખતે કૅટેની આગળ વ્યક્તિગત સત્યાગ્રહ કરીને ગુરુસામી પકડીયાના સમાચાર આવ્યા. પિતે અને મુત્તિલપન ખચકાતા હોવાથી વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવામાં મોડા પડ્યા, એ બદલ તેને દુઃખ થયું. આ દરમિયાન પ્રદીશ્વરેન એક સપ્તાહ પુદુ કે રહી આવ્યા હતા. આવતાંની સાથે જ તેમણે એક હજાર રૂપિયા આશ્રમના કામ માટે આપ્યા. આશ્રમના

' , ' , , " હાર્ષિ પછી જ