પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૪ એક દિવસ પ્રહદીશ્વરન અને રાજારામન ઉત્તર ભાસી શેરીમાં રહેવા આવેલા મુહુરામનલિગમ દેવરને મળવા ગયા. તેમની સાથે શશિવર્ણ દેવર હતા. ઓગણસે તેત્રીસમાં વિવેકાનંદ વાંચનાલયના પ્રથમ વાર્ષિક ઉત્સવ વખતનું મુહુરામલિંગમાં દેવરનું પ્રવચન જાણે ખુદ વિવેકાનંદ આવીને કરતા ન હોય એવું જુસ્સાવાળું અને અસરકારક હતું. એ વાત કામરાજ અને શ્રીનિવાસને વઈન તેમના જેલવાસ દરમિયાન અવારનવર સત્યાગ્રહીઓને કહેતા. આ વાત રાજારામન અને પ્રહદીશ્વરનને અત્યારે યાદ આવી. દેવરે ગંભીર મુખાકૃતિ સાથે જુસ્સામાં તેમની સાથે વાત કરી હતી અને મદદ, કરવાનું વચન આપ્યું હતું. દેવરને મળવાની સલાહ કામરાજ અને શ્રીનિવાસને એ બંનેને આપી હતી. દેવરને મળ્યા પછી મૌલાના સાહેબની મારફતે કેટલાક મુસિલમ કાર્ય કરીને તેઓ મળ્યા. ઈગ્નશિયમ વગેરે ખ્રિસ્તી કાર્યકરોએ યથાશય મદદ કરી. તિરુમંગલમના વિશ્વનાથદાસને અને પહેલાં કોંગ્રેસની ઘણું સભાઓમાં મળ્યા હતા એવા ઘણાએ સામે ચાલીને મદદ કરી. આ તે વખતે વ્યક્તિગત સત્યાગ્રહ કરીને જેલમાં ગયા હતા તે બધાને તેઓ મળી શક્યા નહિ. આથી આશ્રમનું નિર્માણ કાર્ય મોકુફ રાખ્યું. પિતાના નિધિ માટે પૈસા ન માગતાં ગવર્નર યુદ્ધ માટે પૈસા ઉઘરાવતા હતા તેને વિરોધ કર્યો. બીજા સપ્તાહે રાજારામન અને મુનિરુલપન કલેકટરની ઓફિસ આગળ સત્યાગ્રહ કરીને કેદ પકડાયા. મદુરમ, સોની, પ્રહદીશ્વરન જે પિતે સત્યાગ્રહ કરવાના છે એ વાત જાણે તે કદાચ પોતાને સત્યાગ્રહ કરતા અટકાવે એ ડરથી રાજારામન અને મુત્તિરલપને પોતે સત્યાગ્રહ કરવાના છે, એ વાતની કોઈને જાણ કરી ન હતી. બંને પકડાયા પછી જ બીજાઓએ તે સમાચાર જાણ્યા. ત્રિચિની જેલમાં તેમને રાખવામાં આવ્યા. IN . • • • -. ..