પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


________________

આત્માના આલાપ

૧૫૯

ત્યારે તરત એને અપનાવી લેવું જોઈએ....એથી મળતી મનની શાંતિ બીજા કશાથી મળતી નથી – હસતાં હસતાં મદુરમે રાજારામનને જવાબ આપ્યો.

આવડો મોટો ત્યાગ કરીને પણ પોતે કાંઈ જ કર્યું ન હોય એવા ભાવથી મદુરમ તેની સામે ગરીબ ગાયની જેમ હસતી ઊભી રહી. '

આ ગાંડપણનો કયા શબ્દોમાં આભાર માનવો' – એ ન સમજાવાથી રાજારામન નિશ્ચલ ઊભો રહ્યો. '

મુત્તિરુલપ્પન બીજા દિવસથી સત્યસેવાશ્રમમાં શિક્ષક તરીકે જોડાઈ ગયો. ગુરુસામીએ પણ સીવવાના સંચા સાથે આશ્રમમાં જવાની ઈચ્છા જણાવી. આશ્રમમાં રેટિયા વર્ગ અને વણાટ કામ બધું શરૂ થઈ ગયું છે, ફક્ત એક કપડાં સીવનારની જરૂર છે, કહીને પ્રહદીશ્વરને તેને પણ આશ્રમમાં આવવા માટે આતુર બનાવ્યયો હતો. રાજારામને કૉંગ્રેસ અને વાંચનાલયનું કાર્ય કરવા માટે જાણે પોતાને આશ્રમથી અલિપ્ત રાખ્યો છે એવી લાગણી અનુભવી. તેની દુનિયા એકાએક નાની બની ગઈ હોય એવો તેને અનુભવ થયો.

સોની હવે પહેલાંંની જેમ દુકાને આવતા ન હતા. ઉંમર થઈ હેવાથી પુત્ર અને ગુમાસ્તાને દૂકાન સોંપીને સવારે સ્નાન, ઉત્તરમાસી શેરીની રામાયણ ભજનમંડળીમાં શનિવારે ભજનમાં જવું અને રામયણનું શ્રવણ કરવું વગેરે પ્રવૃત્તિમાં તેમણે મન પરોવ્યું હતું. રાજારામન અને મદુરમને મળવા તેમ જ તેમની સાથે ક્યારેક વાત કરવા એ સિવાય ચિત્રૈ શેરીમાં તેમને જોવા દુર્લભ થઈ ગયું. એ વરસે ચૈત્ર માસમાં પોતાની બીજી દીકરીનાં લગ્ન ઉકેલવાની વ્યવસ્થામાં સોની પડ્યા. રાજારામનનો મોટા ભાગનો સમય કૉંગ્રેસના કાર્યાલયમાં અને બાકીનો સમય વાંચનાલયમાં વિતતો હતો. આ દરમિયાન ધનભાગ્યમને ગુજરી ગયાને છ મહિના ઉપર થઈ જવાથી મદુરમે ફરી સંગીતની મહેફિલમાં જવાનું શરૂ કરી દીધું હતું. મામા બહેરા હતા