પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૬૦ આત્માના આલાપ અને મંગમામાં વાતચીત કરીને બધું નક્કી કરવાની આવડત ન હેવાથી મહેફિલમાં બોલાવવા માટે નિમંત્રણ આપવા આવનારાઓ સાથે રાજારામન વાતચીત કરી બધું પતાવે એવી ઇચછા તેની હતી. રાજારામને આનાકાની કર્યા વગર મદુરમના સંતેષ ખાતર એ કરવા માટે સંમત થયા. સંગીતની મહેફિલનું નક્કી કરવા આવનારને મદુરમ વાંચનાલયમાં એકલતી. રાજારામન જે સંગીતની મહેફિલને સ્વીકાર કરે એ જ સંગીતની મહેફીલમાં મદ્રમ જતી. તેને પસંદ ન હોય કે તેની ઇચ્છા ન હોય ત્યાં તે જતી નહિ. | સોનીની બીજી દીકરીના લગ્ન માટે તેમને આપવા સારુ મદુરમે રાજારામનને પાંચ રૂપિયા આપ્યા. “તું જ આપજેને, મદુરમ ! સેનને હું બોલાવીશ” રાજા રામને કહ્યું, - “આ રીત બરાબર નથી. તમારે જ આપવા જોઈએ. મારી જરૂર જણાતી હશે તે હું હાજર રહીશ – મદુરમે કહ્યું. મદુરમનું મન જાણુને સિમત કરતાં આ માટે રાજારામન સંમત થયે. સેનાની દીકરીનાં લગ્ન, ચૈત્ર માસની પૂનમને ઉત્સવ, નદીમાં અળગર સ્વામીનું સ્નાન વગેરેમાં એક મહિને આનંદમાં પસાર થઈ ગયું. એ મહિનામાં મુહૂર્તો વધુ આવતાં હોવાથી એ મહિનામાં અને પછીના મહિનામાં મદુરમના સંગીતની મહેફિલના કાર્યક્રમ વધારે રહ્યા. જે કાંઈ પૈસા મળે તેમાંથી ઘરનો ખર્ચ અને માણસને આપવાના પૈસા બાદ જતાં બાકીના બધા પૈસા મદુરામ આશ્રમના કાર્ય માટે આપતી. દેવાની રકમનું વ્યાજ પણ આપવું પડતું. દેશને સ્વતંત્રતા મળે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાની ઇરછાવાળા મને લગ્ન કર્યા વગર જ ગૃહસ્થી બનાવી દીધો, મદુરમ! તને આ