પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૧૩. રાખવામાં આવ્યા છે, એની જનતાને જાણ ન થાય એવી રીતે ગુપ્ત. રાખવામાં આવ્યા. “કરો યા મરો'નું સૂત્ર કેંગ્રેસના બધા કાર્યકરોને પહોંચાડી દેવામાં આવ્યું. યુગપલટ થશે જ, લડત જોશથી ચાલુ થઈ ગઈ. આખા દેશમાં સ્વતંત્રતાની જવાળા ભભૂકી ઊઠી. પ્રેમ અને અહિંસામાં અચળ શ્રદ્ધા ધરાવતા મહાત્મા ગાંધીએ “કરો યા મરે અંતિમ ઘડી સુધી લડત”-ધીરગંભીર શબ્દો ઉચ્ચાર્યા ત્યારે એમને રેશ પારખી જઈને જનતાએ મુક્તિયજ્ઞમાં પિતાની જાતને હોમવા થનગની રહી. ગાંધીએ સરકાર પાસે રાખેલી અપેક્ષા તે ફળીભૂત થવાની વાત બાજુએ રહી, ઊલટાને તેણે જુલમને દર છૂટ મૂકી દીધે. કાર્યકરોને ઠેર ઠેર મારવામાં આવ્યા. તેમના પર વિવિધ પ્રકારને ત્રાસ ગુજારવામાં આવ્યું તેમ જ તેમને માનભંગ કરવામાં આવ્યા. નિર્દોષ જનતા ગોળીથી વીંધાઈ ગઈ. પંજાબના જલિયાંવાલા બાગની આવૃત્તિ આખા દેશમાં ભજવાઈ ગઈ. એ ન કહી શકે એટલી હદે સ્ત્રીઓ માનભંગ થઈ. બીજા વિશ્વ મહાયુદ્ધમાં એક દેશ બીજ દેશ, પર બૅબમારો કરે તેમ વિમાનમાંથી બઅમારે કરી લડતને કચડી નાખવાને પ્રયત્ન સરકારે કર્યો. આમાંથી બચવા કોઈ રસ્તે ન સૂઝતાં. પ્રજાએ હિંસાની સામે હિંસાનું ગાંડપણ આચર્યું. પુલ ઉડાડી દેવામાં આવ્યા, રેલના પાટા ઉખેડી નાખવામાં આવ્યા. જ્યાં જુઓ ત્યાં લેકીનો પ્રકોપ ફાટી નીકળે. શાંત સભાજનો પર પણ લાઠીયા જ કરીને જુલમ ગુજારીને પ્રજાને કચડી નાખવાની સરકારી નીતિને. કારણે અહિંસામાં માનતા હતા એવા દેશભક્તોને પણ હિંસક પ્રવૃત્તિઓ આદરવાની ફરજ પડી. આમ ૧૯૪૨ની લડત યુદ્ધમાં ફેરવાઈ ગઈ. મુંબઈમાં નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કર્યાના સમાચારથી મદુરેમાં મેટ ખળભળાટ ફેલાઈ ગયો. અસ્વસ્થ તબિયતને કારણે પથારીવશ થયેલા સોનીની ખબર કાઢીને રાજારામન કેસની ઓફિસમાં આવ્યું. ત્યાં તે ચિદંબરમ ભારતી સાથે ચર્ચા કરતો હતો ." ' . ": " છે.