પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ તમારે તસ્દી ઉઠાવવાની જરૂર નથી. તમે લખી આપે. દેશને માટે જેમણે આટલું બધું કર્યું છે તેમને માટે આપણે આટલું ય ન કરીએ. તે પછી આપણે આ દેશમાં જન્મ ધારણ કર્યાને અર્થ ખરે ? છેલ્લા મહાનુભાવ પણ ચાલ્યા ગયા...' - નાયુડુના જવાબથી મેં રાહતની લાગણી અનુભવી. વ્યથિત મને અને ધ્રુજતા હાથે હું છાપા માટે સમાચાર લખવા બેઠે. મારા સગા બાપના મૃત્યુ વખતે પણ હું આટલે વ્યથિત થયું ન હતું. જે મહાનુભાવને લીધે હું આ સ્થિતિએ પહોંચ્યો છું, તેમના મૃત્યુના સમાચાર લખતી વખતે મેં કેવી લાગણી અનુભવી હશે, એ વ્યકત કરવા માટે મારી પાસે શબ્દ નથી. ગયા મહિને હું મદુરે ગયે ત્યારે સર્વોદય સેવાશ્રમમાં જઈને એકાદબે કલાક તેમની સાથે ચર્ચા કરી હતી. - “અમે બધાએ વરસ સુધી અથાગ મહેનત કરીને, ભારતમાતાના વદન પર ઘણાં વરસેથી અદશ્ય થઈ ગયેલું હાસ્ય ફરી આપ્યું હતું. રાજુ, તે હાસ્ય આ એકવીસ વરસથી ધીરે ધીરે વિલીન થતું જાય છે. તે હાસ્ય ફરીથી તેના વદન પર ફરકતું જોયા વગર મરવાની મારી ઇચ્છા નથી. મારી ઉંમર થઈ ગઈ છે. તમે બધા પ્રશંસાના લેખો લખે એવું મેં ઘણું બધું દેશ માટે કર્યું છે. પરંતુ આજે હું ચિંતિત છું, એનાં ઘણુબધાં કારણે છે. અમારી અહિંસાની લડત વખતે ફકત દેશને આઝાદ કરવાનું ધ્યેય હતું. અને નેતા પણ એક હતા. જ્યારે આજે તો એક એક પ્રાંતમાં નવ નવ પક્ષે અને નવ નવ નેતાએ અસ્તિત્વમાં આવી ગયા છે. એ કહેવાતા નેતાઓએ અંદરોઅંદર ઝઘડીને દેશને કેટલે નિર્બળ બનાવી દીધે, એ જોયું છે ને?” ', “તમે તે અદ્દભુત જમાને જે છે અને આજને જમાને પણું તમે જોઈ રહ્યા છે..”