________________
૧૮૦ આત્માના આલાપ મોકલી દીધા હેય તેમ....' “ત્યારે તે તે પાર વગરની મુશ્કેલીઓ વેઠી હશે, અઢી વરસ ઉપર નરકવેદના અનુભવી હશે. અહીં અમને બધાને હંમેશાં તારા વિચાર આવતા હતા. અમને તારી યાદ આવતાં જ તારી ચિંતા કરતા હતા. મધુરમ તન અને મનથી તારી ઝંખનામાં ગળાઈ ગઈ છે. આમ મનમાં ને મનમાં પ્રેમને દાબી રાખીને મૂંઝાતો બીજો જીવાત્મા જેવા નહિ મળે. વાડી આશ્રમને લખી આપી ત્યારે પણ તે આનંદમાં હતી. વ્યક્તિગત સત્યાગ્રહ કરીને તું જેલમાં ગયે ત્યારે, આ ઘર ગીર મૂકીને આશ્રમને પૈસા આપ્યા ત્યારે પણ તે હસતી હતી. છેલ્લે ઘર જપ્તીમાં ગયું ત્યારે હસતા વદને ઘર ખાલી કરીને તે ભાડાના ઘરમાં રહેવા ગઈ. મંગમ્મા અને મામાના મરણ અને વધારામાં તારા જેલવાસે તેના મનને અને તનને ભાંગી નાખ્યાં. પ્રેમના વિરહમાં તરફડતા ભગ્ન હૃદયને તે મેં જોયા છે. પણ શરીર ભાંગી જાય એવી પ્રીતિ મેં જોઈ નથી. એણે તે પ્રેમની પાછળ મન, શરીર અને હાડકાં ગાળી નાખ્યાં છે. સુવર્ણ કાયાવાળી તે કેમ કરીને આવી બની ગઈ ? તું તેને જુએ તો રડી પડીશ. જે જમીનદારનાં પત્ની આવીએ આગ્રહપૂર્વક ન લઈ ગયાં હોત તો કદાચ મદુરમ મરી ગઈ હતી. “અચકાયા વગર મારી સાથે આવજે ! તું મારે પેટ ભલે ન જન્મી હેય. તે પણ તું મારી દીકરી જ છે. તારાં બા અને બાપુજી હયાત હતાં ત્યારે મને કદાચ મનદુઃખ થયું હશે. હું એ મનદુઃખ ભૂલી ગઈ છું. તું પણ ભૂલી જા. મારે દીકરા પરદેશ ભણવા ગયે છે. દીકરી પરણીને તેને સાસરે મદ્રાસ ગઈ છે. તું અહી મદુમાં એકલી રહીને તરફડે છે. તારી જેમ હું ત્યાં નાગ મંગલમમાં મોટી આલીશાન હવેલીમાં એકલી એકલી ફરું છું. તું ત્યાં આવે તે તારું મન સ્વસ્થ થશે; તારું શરીર પણ સુધરશે” કહીને તે તેને લઈ ગયાં. તું જેલમાંથી આવે ત્યારે તેને જોવા માટે . . - - • -4 ** - "
. " .
si , ' ', !!: ' . '