પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૨ આત્માના આલાપ કટોકટી, અવરોધ, મુશ્કેલીઓ વગેરે મિત્રો પાસેથી તેણે જાણ્યું. પિરિયકુળમ તાલુકાના રાષ્ટ્રપ્રેમી કૃષ્ણસામી આયંગાર અને તિણ્ડકલના અબદુલ સત્તાર સાહેબ બંનેએ એ કટોકટીના સમય દરમિયાન સત્યસેવાશ્રમને દર મહિને અચૂક પચાસ પચાસ રૂપિયા મનીઓર્ડરથી મોકલતા હતા, એ સમાચાર જણાવતાં પ્રહદીશ્વરનની આંખમાં પાણી આવી ગયાં. ગામડે ગામડે ફરીને પૈસા ઉઘરાવતા સ્વામી વિલક્ષણ નંદે એ વખતે કેટલેક સમય પૈસા મોકલીને મદદ કરી હતી. આ બધું સાંભળ્યું ત્યારે પ્રહદીશ્વરન અને મિત્રોએ કેવા કપરા સંજોગોમાં આશ્રમનું સંચાલન કર્યું હતું એ જાણ્યું. “વ. ૩. સુ, અિયરના આશ્રમના જેવી આધ્યાત્મિકતા, ઠાકુરના શાંતિનિકેતનની જેવી સાંસ્કૃતિક કલા, અને મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની પવિત્રતા અને સાદાઈના ધ્યેય સાથે શરૂ કરવામાં આવેલા આશ્રમનું કામ આટલા દિવસ સુધી જારી રાખ્યું છે. ગયા મહિને એક રાષ્ટ્રવાદી ગુજરાતી ભાઈ અહીં આ આશ્રમ જેવા આવ્યા હતા. તેમણે શું કહ્યું એ જાણે છે ? “ પ્રત્યેક રીતે આ આશ્રમ સાબરમતી આશ્રમ જેવો છે. એને જેવી શાંતિ, એના જેવો નદી કિનારે, એના જેવું જ વાતાવરણ - બધું જ છે' એવાં તેમણે વખાણ કર્યા હતાં. દિવસે જતાં આને હિંદીરાષ્ટ્રિય મહાવિદ્યાલયનું સ્વરૂપ આપવું પડશે,” – ઉત્સાહપૂર્વક પ્રહદીશ્વરને કહ્યું. અત્યારે આશ્રમમાં એક કાંતનારા છે, એ જાણીને રાજારામનના આનંદની અવધિ રહી નહિ. તેઓએ તિરુપરંગમના અધિવેશનની પણ વાત કરી. આ જથ. બધી સત્યાગ્રહના મહાયજ્ઞને તો અભડાવશે નહિ ને ? પ્રહદીશ્વરને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “તિરુપેંગડુના બનાવથી આ મતભેદ ઊભે થયો છે. તિરુગેડુની ચૂંટણું જે ન આવી હતી તે આ બન્યું ન હોત.” મુનિરુલપને અભિપ્રાય વ્યક્ત કર્યો. આ મતભેદ દિવસે દિવસે વધીને મહાત્માજીના રાષ્ટ્રિય આંદલનને હાનિ ન પહોંચાડે, એવી બધાએ જ ફરી ચિંતા વ્યક્ત કરી. ' Eશ રાજા