પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪ આત્માના આલાપ ગયા છે. તેમની બેટ મને એકલાને જ નહીં, દેશને પણ પડી છે. ગુરુ અને ભગવાનને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ભારતવાસીનું જીવન અપૂર્ણ રહે છે, એમ હું માનનારે છું. યુગોના યુગોથી ભારતીય જીવન ઉચચ કેટિના માર્ગદર્શકની ધમાં જ રહ્યું છે. ભારતની કોઈ એક વ્યક્તિ માટે કે આખાય સમાજને માટે આ વાત બંધબેસતી આવે છે. એક કાળે બુદ્ધ મળ્યા, ત્યારપછી તિરુવલ્લુવર મળ્યા. પછી શંકરાચાર્ય અને છેવટે મહાત્મા ગાંધીજી અને મને ગાંધીરા મન મળ્યાઆમ કેક ને કેક સમયે કોઈ ને કોઈ રાહદર્શક મળતા જ રહ્યા. છે. ગાંધીજીને ગુરુ માનીને ગાંધી રામન અને ગાંધીરામનને ગુરુ માનીને હું અને આ પેઢી જીવન ગુજારતા આવ્યા છીએ. ભારતીય જીવનમાં ગંગાનદી અને હિમાલય જેવા ગુરુ-ગુરુપરંપરાનું તત્વજ્ઞાન, એકબીજા સાથે સંકળાયેલું છે તેને વિચાર આવતાં મારાં રૂંવાટાં ઉભાં થઈ જાય છે. ' જાણું છું ત્યાં સુધી ગત સૈકાના ભારતવાસીઓ આત્માને વધુ મહત્વ આપતા હતા. જ્યારે આ સૈકાના ભારતવાસીઓ મનને વધુ મહત્વ આપે છે. આત્માને મહત્વ આપનારા સમય અને મનને મહત્વ આપતે સમય – એ બનને વચ્ચેનું અંતર અતિ હોવાથી તે બંનેની તુલના કરવી એ આપણી સમજશક્તિની બહારની વાત છે. આ બન્નેના સંધિકાળને ગાંધીરામને જોયો હતો. એકી સાથે ગંગાનું મૂળ અને એને સમુદ્ર સાથે સંગમ જોઈએ તેમ તેમણે એ બને પરિસ્થિતિવાળા સમાજ ને જે છે. આજે ત્યાગ, સત્યાગ્રહ અને ઉપવાસ આદરેલા સમયમાં પણ તે ભારતમાં આવ્યા છે. આગ, તેફાને, ખૂનામરકીથી ગ્રસ્ત થયેલા ભારતીય સમાજને પણ તેમણે જે છે. આત્માને મહત્વ આપીને જીવનારા ભારતવાસીઓના શુભ અંતને પણ તેમણે જોયું છે. ઈરછાએ – આશાઓ પરિપૂર્ણ ન થતાં દુઃખી થતા માણસના સમાજને પણ તેમણે જોયે છે. આમ બને પર સ્થિતિવાળા સંધિકાળને જેનારને ઈતિહાસ લખીને દુનિયા આગળ

  • *