પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આમના આલાપ ૧૮૫ હોય તેમ રાજારામનની નજીક આવી. નીચે નમીને તેણે રાજારામનના ચરણસ્પર્શ કરીને હાથ આંખે લગાડ્યા. પૂજા કરેલા તેના ભીના જમણે હાથ પર ગુલાબની એક પાંખડી રેંટી ગઈ હતી, એ પાંખડી તેણે રાજારામના પગ પર મૂકી. બે ઉષ્ણ અશ્રુબુંદ અને ગુલાબની એક પાંખડીને રાજારામનના પગ પર અભિષેક થ. ઊભી થયેલી મદુરમના કપાળ પર રાજારામનનાં અશ્રુ પડ્યાં. લાગણીઓએ રાજારામનના હૃદયને વલેવી નાખ્યું. મદુરમ!...' હદયના ઊંડાણમાંથી આ એક જ શબ્દ રાજારામન બેલી શક્યો. રાજારામનનું સુકાઈ ગયેલું, દાઢીમૂછવાળું શ્યામ વદન જોઈને મદુરમની આંખે ગભરાઈ ગઈ, - ‘દેવ ” – રાજારામનના વદનને નીરખી રહેલી મદુરમના મુખમાંથી ઉચ્ચારાયેલે આ શબ્દ ઊંડા કૂવાના તળિયેથી આવતા ન હોય એવું હતું. તેણે ચારપાંચ વખત સળંગ ઊંડા શ્વાસ લઈને ખાંસી ખાધી. ખાંસીને લીધે એ બેવડ થઈ ગઈ. પછી લથડિયાં ખાતી ખાતી ગળફે ઘૂંકવા માટે તે ઘૂંકદાની લેવા માટે નમી; પરંતુ રાજારામને દેડી જઈને થુંકદાની લઈને ધરી. નમેલી હોવાને કારણે તેને ઉપરાઉપરી ખાંસી આવી. ફરીથી તેણે ગળફા કાઢયા છેલા ગળફામાં લેહીનું એક ટીપું જણાયું. એ જોઈને રાજારામનનું હૃદય ફફડી ગયું. ઘૂંકદાની નીચે મૂકીને ખાટલાની પાસે પડેલી પાટલી પર બેસીને તેણે મદરમને સૂઈ જવા માટે ઇશારો કર્યો. ઘા પ્રયત્ન કરવા છતાં રાજરામનની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. આટલી જિંદગી દરમિયાન આ પહેલાં તે મન મૂકીને બહુ ઓછી વાર રડો છે. મહાત્મા ગાંધીએ પિતાનાં શરીર અને ઉંમરની પણ પરવા કર્યા વગર બસ માઈલ કરતાં પણ વધુ પગપાળા ચાલીને મીઠાને સત્યાગ્રહ. કરવા દાંડીકુચ કરી ત્યારે એ દિવસે તે નાના બાળકની જેમ ખૂબ રડ્યો હતો. આ પછી સત્યમૂર્તિ, મહાદેવ દેસાઈ, કસ્તુરબા ગાંધી. ૧૨